આ બિઝનેસમેને ખરીદ્યુ અધધધ કરોડનું હેલીકૉપ્ટર, પૂજા કરાવવા માટે લઈને આવી ગયા મંદિરમાં, વીડિયો સામે આવતા જ લોકોએ કહ્યું, “આ છે હિન્દૂ સંસ્કૃતિ…” જુઓ

પોતાનું નવું નક્કોર કરોડોનું હેલીકૉપ્ટર લઈને મંદિરમાં પહોંચ્યા આ બિઝનેસમેન, વિધિ વિધાન સાથે કરાવી પૂજા.. વીડિયોએ જીત્યા લોકોના દિલ, જુઓ વીડિયો

આપણા હિન્દૂ ધર્મમાં કોઈપણ નવું વાહન જ્યારે આપણે ઘરે લાવીએ તો સૌથી પહેલા તેની મંદિરમાં લઇ જઈને બ્રાહ્મણના હાથે પૂજા કરાવતા હોઈએ છીએ. કારણ કે આમ કરવું ખુબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ હાળ એક ખબર એવી આવી રહી છે જેને સૌને ચોંકાવી દીધા છે, જેમાં એક બિઝનેસમેને નવું હેલીકૉપ્ટર ખરીદ્યુ અને તેને લઈને સીધો જ મંદિરે પૂજા કરાવવા માટે પહોંચ ગયો.

તેલંગાણાના એક બિઝનેસમેન બોઈનાપલ્લી શ્રીનિવાસ રાવ તેમના હેલિકોપ્ટરથી પૂજા કરવા મંદિર પહોંચ્યા હતા. પ્રતિમા ગ્રૂપના માલિક બોઈનપલ્લી શ્રીનિવાસ રાવ તેમના પરિવાર સાથે હેલિકોપ્ટર દ્વારા હૈદરાબાદથી લગભગ 100 કિલોમીટર દૂર યાદદ્રીમાં આવેલા શ્રી લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિર ગયા અને તેમના નવા હેલિકોપ્ટરની પૂજા કરાવી. મંદિરના ત્રણ પૂજારીઓએ પરિવારની સામે હેલિકોપ્ટરની પૂજા કરી હતી અને બિઝનેસમેનના પરિવારે પણ પૂજા કરી હતી.

ACH-135 હેલિકોપ્ટરની કિંમત 5.7 મિલિયન ડોલર (47 કરોડ 27 લાખ 30 હજાર 70 રૂપિયા) હોવાનું કહેવાય છે. હેલિકોપ્ટર સાથેની ‘વાહન પૂજા’નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શ્રીનિવાસ રાવના સંબંધી મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ વિદ્યાસાગર રાવ પણ હાજર હતા. બાદમાં, તેમણે લોકપ્રિય પહાડી મંદિરની આસપાસ હેલિકોપ્ટરમાં ઉડાન ભરી. પ્રતિમા ગ્રૂપ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી, મેન્યુફેક્ચરિંગ, ટેલિકોમ સેક્ટરમાં હાજરી ધરાવે છે અને તેમની પાસે મેડિકલ કોલેજ અને ઘણી હોસ્પિટલો પણ છે.

સ્થાનિક લોકો હેલિકોપ્ટરને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમને લાગ્યું કે કોઈ વીવીઆઈપી આવી રહ્યા છે. સુરક્ષામાં કોઈ ક્ષતિ ન થાય તે માટે પોલીસ પણ સ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં પૂજારી આવ્યા અને વિદ્યાસાગર રાવ, શ્રીનિવાસ રાવના પરિવારના સભ્યો સાથે પૂજા કરી. હેલિકોપ્ટરમાં 2 પાઈલટ અને 5 મુસાફરો બેસી શકે છે. તેની રેન્જ 500 કિમી છે. તેમાં બે એન્જિન છે અને મેન્ટેનન્સનો ખર્ચ પણ ઓછો છે.

Niraj Patel