ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્પા અને પાર્લરની આડમાં ઘણા કુટણખાના ચાલતા હોવાના પર્દાફાશ થતા જોવા મળી રહ્યા છે અને તેમાં પણ સુરતમાંથી આવી ઘટના છાસવારે સામે આવતી હોય છે. જેમાં સુરતના પૉશ વિસ્તારોની અંદર ચાલતા સ્પા અને પાર્લરમાં દેહના સોદા થતા પણ જોવા મળે છે, ત્યારે પોલીસ પણ બાતમીના આધારે આવા સેન્ટરો પર દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરતી હોય છે.
ત્યારે હાલ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં સુરતના પીપલોદમાં અવાયેલા અનમોલ કોમ્લેક્સમાં પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. પોલીસને બાતમી મળી હતી કે અનમોલ કોંપ્લેક્સમાં આવેલા ન્યુ હેઅર માસ્ટર સલૂન એન્ડ સ્પા નામની દુકાનમાં દેહનો ધંધો ધમધમી રહ્યો છે, ત્યારે બાતમીના આધારે પોલીસે અહીંયા દરદોળ પાડતા જ કુટણખાનું ઝડપી પડ્યું હતું.
પોલીસે આ સ્પા સેન્ટરમાંથી 2 ગ્રાહકો ધરપકડ કરીને 4 મહિલાઓને મુક્ત કરાવી હતી. આ ઉપરાંત પોલીસે અહીંયાથી 66 હજાર રૂપિયાનો મુદ્દા માલ પણ કબ્જે કર્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે આ સ્પા સેન્ટરના માલિક અને તેમાં કામ કરતા વ્યક્તિ અહીંયા 4 મહિલાઓને રાખીને તેમની પાસે દેહ કરાવતા હતા. જેના બાદ પોલીસે અહીંયા રેડ પાડવાનું નક્કી કર્યું હતું.
સુરતના ક્રાઇમ બ્રાન્ચ મિસિંગ સેલ દ્વારા અહીંયા રેડ પાડવામાં આવતા જ નાસભાગ મચી ગઈ હતી અને પોલીસે અહિયાંથી 6 લોકો સાથે 66 હજારનો મુદ્દામાલ પણ ઝડપી પડ્યો. સુરતના પીપલોદ અને અન્ય કેટલાક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં આવા સ્પા પાર્લરો ચાલી રહ્યા છે જેની અંદર આવા ગોરખધંધા પણ ધમધમે છે. આ વિસ્તારો શહેરના પૉશ વિસ્તારમાં આવતા હોવાના કારણે આવી ગેરકાયદેસર પ્રવત્તિઓમ વધારો થતો જોવા મળી રહ્યો છે.