મોદી સરકાર સીખવાડશે બાઈક પર કેવી રીતે બેસવું, જાણી લો નહીંતર….
સરકાર દ્વારા દેશમાં વધી રહેલા રોડ અકસ્માતને રોકવા માટે અવાર નવાર નિયમોમાં બદલાવ કરવામાં આવે છે. ત્યારે હાલમાં જ બાઈક પાછળ બેસવાના નિયમોને લઈને પણ કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે.

બાઈક પાછળ બેસવાના નવા નિયમ અને મંત્રાલયની ગાઇડલાઇન અનુસાર બાઈકની પાછળની સીટ ઉપર બંને તરફ હેન્ડ હોલ્ડ ફરજીયાત છે. હેન્ડ હોલ્ડ પાછળ બેસનાર વ્યક્તિની સલામતી માટે છે. બાઈક ચલાવનાર વ્યક્તિ જયારે અચાનક બ્રેક મારે ત્યારે આ હેન્ડ હોલ્ડ ખુબ જ કામ આવે છે. અત્યાર સુધી મોટાભાગની બાઇકમાં આ સુવિધા નહોતી.

તો તેની સાથે જ બાઈક ઉપર પાછળ બેસનાર વ્યક્તિ માટે બંને તરફના પાયાદાન પણ ફરજીયાત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત બાઇકના પાછળના વ્હીલનો અડધો ભાગ પણ સુરક્ષિત રીતે કવર કરવામાં આવશે જેના કારણે પાછળ બેસનારના કપડાં પણ બાઇકના ટાયરમાં ફસાઈ ના જાય.