ખબર

કોરોના સંક્રમિત દર્દીને હોસ્પિટલાંથી રજા આપવાના નિયમોમાં થયો મોટો બદલાવ, આ શરતો સાથે હોસ્પિટલમાંથી મળશે રજા

દેશભરમાં કોરોનાનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે અને રોજના કેટલાય લોકો આ વાયરસના કારણે સંક્રમિત થઈને આવી રહ્યા છે ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવાની નીતિઓમાં ફેરફાર કર્યો છે. કોરોના સંક્રમિત જે દર્દીમાં નજીવા, થોડા પ્રમાણમાં, અથવ તો સંક્ર્મણ અગાઉના લક્ષણ છે તેને ડેવિડ કેર ફેસીલિટીમાં દાખલ કરવામાં આવશે, તેમના શરીરનું તાપમાં અને ઓક્સિજનના સ્તરની નિયમિતપણે તપાસ કરવામાં આવશે, અને આવા દર્દીને 10 દિવસ બાદ રજા આપી દેવામાં આવશે, દર્દીને ડિસ્ચાર્જ કરતી વખતે કોરોનાનો ટેસ્ટ કરવો જરૂરી નહિ હો અને ઘરે ગયા બાદ દરિદને 7 દિવસ આઇસોલેશનમાં રહેવું પડશે. સ્નર 14મા દિવસે દર્દીનું ટેલી કોન્ફરન્સ દ્વારા ફોલોઅપ કરવામાં આવશે.

Image Source

સામાન્ય લક્ષણો વાળા દર્દીઓને ઓક્સિજન બેડવાળા કોવિદ હેલ્થ સેન્ટરમાં દાખલ કરવામાં આવશે, શરીરનું તાપમાન અને ઓક્સિજનની નિયમિત પણે તપાસ કરવામાં આવશે, જો કોરોના સંક્રમિત દર્દીનો તાવ 3 દિવસમાં ઉતરી જાય છે, અને ત્યારપછી દર્દીને 4 દિવસ ઓકિસજન સેચ્યુરેશન લેવલ 95 ટકાથી વધારે રહે છે તો તેને 10 દિવસ બાદ રજા આપી શકાય છે. પરંતુ આ દરમિયાન દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પાડવી જોઈએ નહીં.

Image Source

જો કોરોના સન્મક્રમિત દર્દીનો તાવ 3 દિવસમાં નથી ઉતરો તો એવા દર્દીને તે જ્યાં સુધી સંપૂર્ણ સ્વસ્થ ના થઇ જાય ત્યાં સુધી રજા આપવામાં આશે નહીં.  આ દરમિયાન સતત ત્રણ દિવસ સુધી લોહીમાં ઓકિસજન લેવલ પણ જળવાઈ રહેવું જોઈએ.

જે દર્દીઓ બીજી કોઈ ગંભીર બીમારીનો શિકાર થયેલા છે અને તે કોરોનથી પણ ગંભીર રીતે પીડાયેલા છે તો એવા દર્દીઓનો ડિસ્ચાર્જ અગાઉ પણ કોરોના રિપોર્ટ કરવામાં આવશે અને રિપોર્ટ નેગેટિવ આવતા તેમને રજા આપવામાં આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.