ભારતમાં છેલ્લા ઘણા સમયથી અપને ભારતમાં જોયું છે કે ઘણી બધી બેંકમાં તાળા વાગી ગયા છે, ત્યારે બંકના લાખો ગ્રાહકોના નાણાં ફસાયાના સમાચાર પણ જોવા મળે છે. હાલમાં જ યસ બેંક દ્વારા એક નવો નિર્ણય કરવામાં આવ્યો છે જેના બાદ દેશભરમાં યશ બેંકના ખાતા ધારકોમાં હડકંપ મચી ગયો છે, ગઈકાલ રાતથી જ દેશભરમાં યશ બેંકના એટીએમ આગળ લાંબી લાઈનો જામી ગઈ છે.

નાણાકીય સંકટથી ઝઝૂમી રહેલી યશ બેંકના નિર્દેશક મંડળને ભંગ કરતા ભારતીય રિઝર્વ બેંકે તેમની તરફથી પ્રશાસક નક્કી કર્યો છે. સાથે જ રોકડ નિકાસ સાથે બીજી કેટલીક પણ મર્યાદ્દાઓ નક્કી કરી છે. રિઝર્વ બેંક દ્વારા યસ બેન્કના ગ્રાહકો માટે રોકડ નાણાં કાઢવા માટેની મર્યાદ્દા 50 હજાર રૂપિયા નક્કી કરી દેવામાંઆવી છે આવી છે. હવે યસ બેંકના ગ્રાહકો આવતા મહિના સુધી પોતાના ખાતામાંથી 50 હજારથી વધુની રકમ ઉપાડી શકશે નહીં.

જો યસ બેંકમાં એક કરતા વધારે ખાતા હશે તો પણ ગ્રાહક બધા ખાતામાંથી મળીને પણ કુલ 50 હજાર રૂપિયા જ ઉઠાવી શકશે. આ નિયમ આજે સાંજથી જ લાગુ થવાનો છે અને તે 3 એપ્રિલ 2020 સુધી લાગુ રહશે.
જોકે કેટલાક વિષય અંતર્ગત નાણાં ઉપાડવા માટે વિશેષ છૂટછાટ પણ આપવામાં આવી છે. જો કોઈ ખાતાધારકને દવા કે અન્ય ઉપચાર માટે નાણાંની જરૂર પડે અથવા તો શિક્ષણ ખર્ચ અથવા બીજા કોઈ આકસ્મિક ખર્ચ માટે નાણાંની જરૂર પડે તો તે વધુ નાણાં ઉપાડી શકે તેવી છૂટ પણ રાખવામાં આવી છે.

ગઈકાલે સાંજે જ આ સમાચાર લોકોને મળતા જ બેંકના એટીએમ આગળ લાંબી કતારો જોવા મળી હતી, લોકોના મનમાં એ પણ ડર વ્યાપી ગયો હતો કે યશ બેંક હવે બંધ થવાના આરે આવી ગઈ છે. જેના કારણે ગ્રાહકો પોતાના નાણાં લેવા માટે રાત્રે જ લાઈનમાં ઉભા રહી ગયા હતા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.