ખબર

નવી અપડેટ: ભારતમાં નથી મળ્યો કોરોનાના નવા વેરિઅન્ટ XEનો એક પણ કેસ, સ્વાસ્થ્ય મંત્રાલયે ફગાવ્યા સમાચાર

ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિદેશમાં કોરોના મહામારીએ છેલ્લા 2 વર્ષમાં ઘણો આતંક મચાવ્યો છે. કોરોનાને કારણે દેશ અને વિદેશમાં લોકડાઉન પણ લગાવવામાં આવ્યુ હતુ. જે બાદ થોડા સમય પછી કોરોના મહામારીને કારણે નિયંત્રણો લાદી લોકડાઉન ખુલ્લુ મૂકવામાં આવ્યુ હતુ. હાલમાં સરકાર દ્વારા અનેક જગ્યાએથી કોરોનાના નિયંત્રણો પણ હટાવી દેવામાં આવ્યા છે ત્યારે થોડા સમય પહેલા જ મહારાષ્ટ્રમાં સરકાર દ્વારા જનતાને માસ્કમાંથી મુક્તિ પણ આપવામાં આવી હતી. મહારાષ્ટ્ર, દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં માસ્ક ન પહેરવા માટેનો દંડ હટાવી દેવામાં આવ્યો છે. પરંતુ, હજુ પણ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

કારણ કે, કોરોનાનો ખતરો ટળ્યો નથી અને કોવિડનું નવું સ્વરૂપ ‘XE’ યુકેમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. જેને લઈને WHOએ પણ ચેતવણી જાહેર કરી છે. અમે તમને જણાવી દઈએ કે XE વેરિઅન્ટ ઓમિક્રોન વેરિઅન્ટના બે સબ-વેરિઅન્ટ BA.1 અને BA.2થી બનેલું છે. જે અગાઉના વેરિઅન્ટ કરતાં 10 ગણો ઝડપી શિકાર બનાવે છે. ત્યારે હવે ફરી એકવાર કોરોનાએ ટેન્શન વધાર્યું છે. મુંબઈમાં કોરોનાનો નવો વેરિએન્ટ XE મળ્યો છે. દેશમાં XE વેરિઅન્ટનો આ પહેલો કેસ છે. જીનોમ સિક્વન્સિંગ દરમિયાન કુલ 376 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 230 મુંબઈના હતા. જીનોમ સિક્વન્સિંગ ટ્રાયલની આ 11મી બેચ હતી.

230માંથી, 228 નમૂનાઓ ઓમિક્રોનના છે, બાકીનો 1 કપ્પા વેરિઅન્ટનો છે અને 1 XE વેરિઅન્ટનો છે. કોરોના વાયરસના નવા વેરિએન્ટ XEના નવા પ્રકારે ભારતમાં પણ દસ્તક આપી છે. તેના ચેપનો પહેલો કેસ બુધવારે મુંબઈમાં નોંધાયો છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કુલ 230 લોકોના રિપોર્ટ સેરો સર્વે માટે મોકલવામાં આવ્યા હતા. તેમાંથી 21 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોઈને ઓક્સિજન અથવા સઘન દેખરેખની જરૂર નથી.

ઉલ્લેખનીય છે કે, XE કોરોનાનું નવું વેરિઅન્ટ UKમાં પણ સામે આવ્યું છે, જેને અત્યાર સુધીનું સૌથી ઝડપથી ફેલાતું વેરિઅન્ટ કહેવામાં આવ્યું છે. કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનું સબ-વેરિયન્ટ BA.2 પણ ચોથા વેવમાં સામેલ છે. WHOએ કોરોના વાયરસના નવા વેરિઅન્ટ XE વિશે જણાવ્યું છે કે આ વેરિઅન્ટ Omicronના બે વર્ઝન BA.1 અને BA.2થી બનેલું છે.યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA)એ કોરોનાવાયરસ લક્ષણોની સત્તાવાર સૂચિ અપડેટ કરી છે.

આ સૂચિમાં ઉમેરાયેલા 9 નવા લક્ષણોને જોતા, તમારી સમસ્યા વધી શકે છે, કારણ કે આ લક્ષણો અત્યંત સામાન્ય છે અને તેને કોરોનાથી અલગ પાડવું મુશ્કેલ હશે. જણાવી દઇએ કે, કોરોના સાથે સંકળાયેલા સામાન્ય લક્ષણોમાં તાવ, ઉધરસ, થાક, સ્વાદને ઓળખવામાં અસમર્થતા અથવા કોઈપણ તીવ્ર ગંધ વગેરેનો સમાવેશ થાય છે. જોકે, નેશનલ હેલ્થ સર્વિસ (NHS)એ ચેતવણી આપી છે કે નવા લક્ષણો શરદી અને ફ્લૂના લક્ષણો જેવા જ છે.

Updates: હાલમાં કોરોનાના નવા XE વેરિઅન્ટ મામલે એવી માહિતી સામે આવી છે કે, BMCએ કહ્યું હતુ કે, મહિલાએ હજી સુધી કોઈ લક્ષણો બતાવ્યા નથી અને તે કોઈ લાંબી બીમારીથી પણ પીડિત નથી. જોકે, સ્વાસ્થ્ય મંત્રાલયે બૃહદ મુંબઈ મહાનગરપાલિકા અને બીએમસીના દાવાને ફગાવી દીધો છે. કેટલાક અહેવાલો અનુસાર દર્દીના નમૂનાનો જીનોમ સિક્વન્સિંગ એક્સઇ વેરિઅન્ટની હાજરી સૂચવતો નથી.

મુંબઈમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ પાત્ર લાભાર્થીઓને કોવિડ-19 સામે સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે. BMCએ જણાવ્યું કે 92,36,500ના મૂળ લક્ષ્યાંક સામે મંગળવારે 92,42,888 લાભાર્થીઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. BMCના કાર્યકારી આરોગ્ય અધિકારી મંગલા ગોમારેએ પુષ્ટિ કરી કે મુંબઈએ રાષ્ટ્રવ્યાપી કોરોનાવાયરસ રસીકરણ અભિયાનના 14 મહિના કરતાં વધુ સમય પછી સંપૂર્ણ રસીકરણનું લક્ષ્ય હાંસલ કર્યું છે.