હાલ કોરોના વાયરસનો નવો સ્ટ્રેન બ્રિટનમાંથી જોવા મળ્યો છે, જેને લઈને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. ભારત દ્વારા પણ મહત્વના નિર્ણય અંતર્ગત બ્રિટનથી આવતી તમામ ફલાઈટોને 31 ડીસેમબર સુધી સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે દિલ્હીમાં આવેલી એર ઇન્ડિયાની ફલાઇટમાં 5 પોઝિટિવ લોકો મળી આવતા ચકચાર મચી ગયો છે,આ ઉપરાંત આજે આ નવા સ્ટ્રેન માટે નવી ગાઇડલાઇન પણ જાહેર કરવામાં આવી છે.

- રાજ્ય સરકારે યુકેથી આવતા મુસાફરો માટે આરટી પીસીઆર પરીક્ષણ થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. જો પોઝિટિવ રિપોર્ટ આવે તો spike gene-based RT-PCR test લેબમાંથી કરાવવો.
- જે યાત્રી પોઝિટિવ આવે છે તેમને ઇન્સ્ટિટ્યૂશનલ આઇસોલેશન ફેસેલિટીમાં અલગ રાખવા જોઈએ. આ માટે અલાયદી વ્યવસ્થા હોવી જોઈએ. તેના સેમ્પલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુના અથવા કોઇ લેબમાં મોકલીને genomic sequencing કરાવો.
- જો રિપોર્ટમાં આવે છે કે,સંક્રમણ વાળો વાયરસ જ છે, જે ભારતમાં પહેલેથી જ છે, તો ભારતમાં ટ્રીટમેન્ટ પ્રોટોકોલ હેઠળ સારવાર થવી જોઈએ. જો ગંભીર નથી, તો સારવાર હોમ આઇસોલેસન અથવા ઉપલબ્ધ સુવિધાના સ્તરે થવી જોઈએ.
- Genomic sequencingમાં જાણવા મળ્યું છે કે જો SARS-CoV-2 નવું વેરિઅન્ટ છે, તો દર્દી એક અલગ આઇસોલેશન યુનિટમાં રહેશે. પ્રોટોકોલ પ્રમાણે સારવાર કરાશે. પોઝિટિવ હોવાના 14 દિવસ બાદ ફરીથી આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. જો સેમ્પલ 14 માં દિવસે પણ પોઝિટિવ મળી આવે, તો આગળના સેમ્પલ ત્યાં સુધી લેવામાં આવે જ્યાં સુધી સતત 24 કલાકમાં લેવાયેલા સેમ્પલ નેગેટિવ ન આવે.
- જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, તેઓને એરપોર્ટ પરથી જ ઘરે રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. સંબંધિત એરલાઇન્સ ખાતરી કરશે કે ચેક-ઇન કરતા પહેલા, પેસેન્જરને આ SOP વિશે સમજાવવામાં આવશે. ફ્લાઇટની ઘોષણાઓને પણ સંબંધિત માહિતી માનવી જોઈએ. આ સંદર્ભમાં સંબંધિત માહિતી આગમન ક્ષેત્રમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવશે.
Those international travellers from UK who arrived in India from 25th November to 8th December 2020 (1st & 2nd week from 25th November) will be contacted by District Surveillance Officers & advised to self-monitor their health: Union Health Ministry https://t.co/CTtvt03791
— ANI (@ANI) December 22, 2020
કોરોના વાયરસનો નવો ટ્રેન્સ શરૂ થવાની સાથે બ્રિટેનમાં પણ લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે, તો ભારત સમેત કેટલાક દેશોએ બ્રિટનથી આવતી તમામ ફલાઇટ ઉપર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે.
Union Health Ministry issues Standard Operating Procedure for epidemiological surveillance and response in the context of new variant of SARS-CoV-2 virus detected in the United Kingdom. pic.twitter.com/S1O72rVsdr
— ANI (@ANI) December 22, 2020
તો આ સંદર્ભે WHOનું કહેવું છે કે હજુ કોરોના વાયરસનો આ નવો સ્ટ્રેન કાબુ બહાર નથી, તેના ઉપર નિયંત્રણ પામી શકાય છે. પરંતુ વૈજ્ઞાનિકો દ્વારા એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે બ્રિટેનમાં ફેલાયેલો આ નવો સ્ટ્રેન 70 ટકા વધુ ખતરનાક છે.