માસ્ટરસ્ટ્રોક: આ બન્યા ગુજરાતના નવા CM…જાણો ફટાફટ

ગુજરાતના હાલના સીએમ વિજય રૂપાણીના રાજીનામા પછી પહેલીવાર ડેપ્યુટી સીએમ નીતિન પટેલનુ નિવેદન સામે આવ્યુ છે. તેમને ચહેરા પર સૂચક હાસ્ય જોવા મળ્યુ હતું. આ હાસ્ય ઘણા બધા તર્ક આપી રહ્યું છે. તો બીજી બાજુ જોઈએ તો તેમણે કહ્યું છે કે, મુખ્યમંત્રીનો ચહેરો અનુભવી હોવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, હાલ નીતિન પટેલની સુરક્ષામાં વધારો કરાયો છે.

પોતાની પસંદગી થશે કે નહિ તે આ સવાલનો જવાબ આપવાનું ડેપ્યુટી સીએમે ટાળ્યુ હતું. તેમણે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાતની કરોડો જનતા સ્વીકારી શકે, અનુભવ હોય, જાણીતો ચહેરો હોય તેવા સીએમની પસંદગી કરાય છે. આજે નીતિન પટેલ શરૂઆતથી જ જ્યારે પ્રવેશ્યા ત્યારે પણ ખુબ જ હળવા મુડમાં હતા. તેમને કેમેરામેન સાથે પણ રમુજ કરી હતી. પછી જ્યારે તેઓ બહાર નિકળ્યા ત્યારે પણ તેમની બોડીલેંગ્વેજ ઘણુ કહી આપતી હતી.

PM મોદીના વારસાને આગળ વધારવાનુ કામ છે. આ કોઈ માત્ર સ્થાન પૂરવાની કાર્યવાહી નથી. દરેક લોકો સીએમના નામ પર અનુમાન કરે છે. પણ રાષ્ટ્રીય નેતૃત્વ જે નિર્મય કરે તેને પાળતા આવ્યા છે. અને માનતા આવ્યા છીએ. તેથી જ ગુજરાત ભાજપનું સંગઠન મોડલ રૂપ છે. આ કોઈ રેસ નથી કે નામ નોંધાવાનું હોય, ફોર્મ ભરવાનુ હોય… હું 1990 થી લઈને સતત ધારાસભ્ય તરીકે રહ્યો છું. મંત્રીમંડળમાં રહ્યો છું. બધા સાથે હું સંકળાયેલો છું. નિર્ણય કરવાનો અધિકાર પાર્ટીનો છે.

ગુજરાતના રાજકારણમાં અચાનક જ ભૂકંપ આવી ગયો છે છે. તો બીજી બાજુ સટ્ટા બજાર પણ ગરમ છે. ઘણા સમય બાદ આવી રાજકીય ઉથલપાથલ જોવા મળી છે અને સટ્ટા બજારમાં પંટરોએ ડબ્બો શરૂ કરી દીધો છે. કોઇ નવું નામ આવે તો તેના પર પણ 60K થી લઈને ચાર-પાંચ લાખના સટ્ટાનાં ડબ્બા બૂક થઇ રહ્યાં છે. વધુ આ શંકર ચૌધરી, ભીખુભાઇ દલસાણીયા અને CR પાટીલના નામો સટ્ટા બજારના ડબ્બામાં હોટ ફેવરિટ છે.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતએ રાજીનામાં પછી કહ્યું હતું કે, કોવિડ પેન્ડેમિકમાં ગુજરાતના નાગરીકો આર્થિક રીતે પાયમાલ થયાં છે. યુવાનો પાસે રોજગારી નથી. BJP સરકારની નિષ્ફળતા છુપાવવા માટે વિજય રૂપાણીનું રાજીનામું લેવામાં આવ્યું છે. હાઈ કમાન્ડમાં બેઠેલા આકાઓએ પહેલાં આનંદીબેન અને હવે વિજય રૂપાણીનું રાજીનામું લીધું છે. તેમને વધુમાં જણાવ્યું કે 5 વર્ષની ઉજવણીના સમયે નક્કી હતું કે, તેમની વાજતે ગાજતે વિદાય નક્કી હતી.

વિજય રૂપાણીના સીએમ પદેથી અચાનક રાજીનામાં પછી આજે ફાઈનલી નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલા કોર કમિટીની બેઠક પૂરી થઈ ગઈ છે. હવે ધારાસભ્ય દળની બેઠકમાં રાજ્યના ન્યુ સીએમનું નામ જાહેર કરાયું હતું. ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા છે. ગુજરાત પ્રગતિના પંથે આગળ વધે, ગુજરાત હરણફાળ ગતિએ વિકાસ કરતું રહે અને દરેકે ક્ષેત્રમાં પ્રગતિ કરે એવી આશા સાથે ગુજરાતના નવા મુખ્યમંત્રી બનવા બદલ શ્રી ભુપેન્દ્ર પટેલને ખૂબ ખૂબ અભિનંદન !!💐💐💐

YC