ખબર

બ્રાઝિલમાં કોરોનાની રફતાર વધી, એક દિવસમાં એટલા કેસો નોંધાયા સાથે જ એટલા મૃત્યુ થયા કે જાણીને હચમચી જશે

કોરોના મહામારી સમગ્ર વિશ્વને ઘમરોડી રહી છે. કોરોના મહામારી સામે સમગ્ર વિશ્વ લડી રહ્યુ છે. કોરોનાની રફતાર ફરી વધતી જઇ રહી છે. બ્રાઝિલમાં કોરોનાને કારણે છેલ્લા કલાકમાં 1600થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે જ મૃતકોની સંખ્યા 2 લાખ 60 હજારથી વધી ગઇ છે.

બ્રાઝિલમાં કોરોનાના નવા કેસની વાત કરીએ તો, 75 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે અને આ સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 1,07,93,000થી વધી ગઇ છે.

Image source

બ્રાઝિલમાં કોરોનાની વધતી જતી સંખ્યાને ધ્યાને લઇ સરકારે સખ્ત પગલા લેવાના શરૂ કરી દીધા છે. 19 માર્ચ સુધી દેશના બધા જ રેસ્ટોરન્ટ, બાર, અને ઉપયોગી ન હોય તેવા સ્ટોર્સ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સ્થાનિક મીડિયા અનુસાર, દેશમાં કોરોનાના નવા વેરિએંટ્સને કારણે સંક્રમણનો ફેલાવો ઝડપથી થવા લાગ્યો છે. છેલ્લા થોડા દિવસથી થનાર મોતનો આંકડો પણ વધતો જોવા મળી રહ્યો છે.

 Image source

કોરોનાના પ્રભાવિત દેશોની જો વાત કરીએ તો, બ્રાઝિલ અમેરિકા અને ભારત બાદ ત્રીજા સ્થાને છે. જયારે મૃતકોની સંખ્યા મામલે બ્રાઝિલ અમેરિકા બાદ બીજા સ્થાન પર છે.

બીજીબાજુ જર્મનીમાં કોરોના વાયરસને કારણે લોકડાઉનને ત્રણ સપ્તાહ સુધી એટલે કે 28 માર્ચ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. જો કે, આ દરમિયાન કેટલીક છૂટ આપવામાં આવશે.

Image source

દુનિયામાં કોરોનાના દર્દીઓના ઠીક થવાનો આંકડો 11.62 કરોડથી વધી ગયો છે. છેલ્લા 24 કલાકમાં દુનિયામાં 4.46 લાખ નવા કેસ સામે આવ્યા છે તો 9955 દર્દીઓએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે.

બીજી તરફ યુરોપિયન મેડિસિન એજન્સીએ રશિયાની કોરોના રસી સ્પુટનિક ફાઇવનો રોલિંગ રિવ્યુ શરૂ કર્યો છે. રશિયાએ આખરી તબક્કાની ટ્રાયલ પુરી થાય તે પૂર્વે જ ઉતાવળે રસીને ઇમરજન્સી વપરાશ માટે મંજૂરી આપી દેતાં તેની ટીકા થઇ હતી પણ હવે રસી સલામત અને અસરકારક જણાય છે. લેન્સેટમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર સ્પુટનિક ફાઇવ કોરોનાના ચેપને કારણે થતી ગંભીર બિમારીને અટકાવવામાં 91 ટકા અસરકારક જણાઇ છે. હાલ રશિયા અને ડઝનબંધ અન્ય દેશોમાં રશિયાની કોરોના રસીનો ઉપયોગ કરવામાં આવે છે.