ખબર

ગુજરાતમાં આ 5 શહેરોમાં કોરોનાનો રાફડો ફાટ્યો, જાણો તમારા શહેરની અપડેટ…આંકડા જાણીને તમે પણ ચોંકી ઉઠશો

ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે, રોજ-રોજ આંકડાઓમાં વધારો થતા જોવા મળે છે ત્યારે આજના આંકડા પણ ખુબ જ આંચકો આપનારા છે. ગાંધીનગર, રાજકોટ, જામનગર, આણંદ, ભાવનગર અને કડીમાં કેસોની સંખ્યા વધી છે.

Image Source

મહેસાણા જિલ્લાના કડીમાં આજે વધુ એક કેસ નોંધાયો છે. 59 વર્ષના એક વૃધ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  જામનગરમાં પણ આજે 2 નવા કેસ નોંધાયા છે. જેમાં 63 વર્ષના એક પુરુષ અને 28 વર્ષના એક યુવાનનો કેસ પોઝિટિવ આવ્યો છે. ભાવનગરના પાલીતાણામાં પણ એક કેસ નોંધાયો છે જેમાં 49 વર્ષના એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Image Source

ગાંધીનગરમાં પણ દિવસેને દિવસે કેસોની સંખ્યા વધી રહી છે. આજે ગાંધીનગરમાં નવા 7 કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે. ગાંધીનગરમાં આવેલા મોટાભગના કેસ પોઝિટિવ લોકોના સંપર્કમાં આવેલા હોવાના કારણે નોંધાયા છે. ત્યારે આણંદ જિલ્લામાં કોરોનાનું હોટસ્પોટ બનેલા ખંભાતમાં પણ વધુ એક કેસ નોંધાયો છે. ખમ્ભાતના નવા વિસ્તારમાં પોઝિટિવ કેસ આજે નોંધાતા તંત્રની પણ ચિંતા વધી છે.

Image Source

રાજ્યમાં પરપ્રાંતીય મજૂરો ઉપર રાજનીતિ થયા બાદ હવે ડુંગળી ઉપર પણ રાજનીતિ શરૂ થઇ છે. રાજકોટના વોર્ડ નં.12ના કોંગ્રેસના કોર્પોરેટર ડુંગળીનું વિતરણ કરી રહ્યા હતા, ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી હતી, એવું પણ જણાવા મળ્યું છે કે ડુંગળીના વિતરણ સમયે સોશિયલ ડિસ્ટેંસીન્ગનું પાલન ના થતું હોવાના કારણે કોર્પોરેટર દ્વારા નિયમોનું ઉલલંઘન કરવાના ગુન્હામાં તેમની ધરપકડ કરી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.