ખબર જ્ઞાન-જાણવા જેવું

ફક્ત ૨ લાખમાં શરૂ કરી શકો છો તમારો ખુદનો ધંધો, લાખોમાં કરી શકો છો કમાણી, મોદી સરકાર પણ કરશે મદદ

કોરોના વાયરસ મહામારી અને લોકડાઉનને કારણે ઘણીં બધી કંપનીને અસર થઇ છે. જેનાથી લોકોની નોકરીઓને ખતરો છે. લોકોને એ ચિંતા થવા લાગી છે કે, તેનું કામકાજ કરવી રીતે ચાલશે. ત્યારે લોકો માટે એક જ ઓપશન છે એક ખુદનો વ્યવસાય કેવી રીતે ચાલુ કરવો. કેન્દ્રની મોદી સરકારની વિવિધ યોજનાઓ હેઠળ પણ મદદ કરી શકે છે. આ પ્રકારના વ્યવસાયમાં એક શ્રેષ્ઠ વિકલ્પ એ છે કે વાંસમાંથી ઘણી વસ્તુઓ બનાવવી. આ એક મહાન વ્યવસાયિક વિચાર હોઈ શકે છે. આ વ્યવસાયમાં વધુ મૂડીની જરૂર નથી.

Image source

પાણીની બોટલો બનાવવા માટે સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ થાય છે. પરંતુ આ માટે વાંસનો ઉપયોગ પણ કરી શકાય છે. વાંસની બોટલ પાણીને સુરક્ષિત રાખે છે. ભારત સરકારના એસએમએસએમઇ (MSME) મંત્રાલય હેઠળ કાર્યરત ખાદી ગ્રામોદ્યોગ વાંસની બોટલ બનાવી હતી. પ્લાસ્ટિકની બોટલને બદલે વાંસની બોટલ સરળતાથી બનાવી શકાય છે. જો આજે કોઈ વાંસની બોટલ બનાવવાનું શરૂ કરે છે, તો તે બજારમાં સારી રીતે વેચાઈ શકે છે. તેમાં ઓછી મૂડી રોકાણ કરવાથી ઘણો નફો થઈ શકે છે.

Image source

ખાદી ગ્રામયોગે વાંસમાંથી પાણીની બોટલો બનાવવાની શરૂઆત કરી દીધી છે. આ વાંસની બોટલ 750 મિલી હશે. તેની કિંમત 300 રૂપિયાથી શરૂ થશે. આ બોટલ પર્યાવરણને અનુકૂળ તેમજ ટકાઉ પણ છે અને પાણી ખરાબ નહીં થાય. મહાત્મા ગાંધીની જન્મજયંતિ 2 ઓક્ટોબરથી ખાદી ગ્રામોદ્યોગમાં વાંસની બોટલનું વેચાણ શરૂ થશે. ખાદી અને ગ્રામ ઉદ્યોગ વિભાગ દ્વારા પ્લાસ્ટિકના ગ્લાસને બદલે માટીના ગ્લાસનું ઉત્પાદન પણ શરૂ કરાયું છે.
વાંસના ઉત્પાદનો બનાવવાનો ધંધો શરૂ કરવા માટે, તમારે 1,70,000 રૂપિયાની કાચી સામગ્રી ખરીદવી પડશે. ખર્ચ વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો (https://www.kviconline.gov.in/pmegp/pmegpweb/docs/commonprojectprofile/BAMBOO%20ARTICLE%20MANUFACTURING%20UNIT.pdf

Image source

વાંસની બોટલ બનાવવાનો ઉદ્યોગ કોઈપણ શરૂ કરી શકે છે. એકવાર તેનો ટ્રેન્ડ શરૂ થઈ જશે, માર્કેટમાં તેની માંગ વધશે. તેથી જેઓ આ ઉદ્યોગનો પ્રારંભ કરે છે તે પ્રથમ નફામાં હશે. તેમને કોઈપણ પ્રકારની સ્પર્ધાનો સામનો કરવો પડશે નહીં.
આજકાલ વાંસના ઝવેરાતનો ટ્રેન્ડ નોંધપાત્ર રીતે વધી રહ્યો છે. મોટા શહેરોમાં વાંસના ઝવેરાતની વધુ માંગ છે. તેનો ભાવ પણ સારો એવો મળ્યો છે. જો તમારે વાંસના ઝવેરાત બનાવવાનો ધંધો કરવો હોય તો તે માટે જ્વેલરી ડિઝાઇનર્સ અને કેટલાક ટ્રેન્ડ લોકોની જરૂર પડી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.