જ્યોતિષ શાસ્ત્ર

નવી સાવરણી ખરીદ્યા બાદ ચુપચાપ બાંધી દેવી આ વસ્તુ, ઘરમાં કાયમ રહેશે માતા લક્ષ્મીનો વાસ

સાવરણીની જરીરુયાત દરેક ઘરમાં રહેતી હોય છે. સાવર્ણીનો ઉપયોગ આપણે ફક્ત કચરો સાફ કરવા માટે જ કરતા હોઈએ છીએ, અને કચરો કાઢી લીધા બાદ તેને કોઈ ખૂણામાં નાખી દઈએ છીએ પરંતુ શું તમને ખબર છે એક નાની એવી સાવરણીથી પણ તમારી કિસ્મત બદલાઈ શકે છે. ઘણા લોકો મહેનત કરતા હોય છે પરંતુ પરિણામ રૂપે સારી આવક તેમને મળતી નથી અને ઘણા ઘરમાં લક્ષ્મી ટકતી જ નથી એવી ફરિયાદ પણ થતી હોય છે ત્યારે સામાન્ય સાવરણીથી પણ તમારી કિસ્મત ચમકાવી શકે છે, ચાલો જાણીએ કેવી રીતે??

Image Source

યોગ્ય દિવસે જ ખરીદી કરો સાવરણીની:
સાવરણી ખરીદવા માટે પણ તમારે યોગ્ય દિવસ જોવો જોઈએ કારણ કે સાવરણીથી જ ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થતો હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ આ બાબતે જણાવવામાં આવ્યું છે માટે સાવરણી ખરીદો ત્યારે પણ યોગ્ય દિવસ જોઈને જ ખરીદજો.

ક્યારે ખરીદવી સાવરણી?:
વાસ્તુ શાસ્ત્રમાં સાવરણી ખરીદવા માટે પણ કેટલાક દિવસો સૂચવવામાં આવ્યા છે, જો તમે આ દિવસે સાવરણીની ખરીદી કરો છો તો પણ તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થશે. વસ્તુ શાસ્ત્ર પ્રમાણે શનિવાર, મંગળવાર અને રવિવારનો દિવસ સાવરણી ખરીદવા માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. જો તમે શનિની સાડાસાતીથી પીડાઈ રહ્યા હોય તો શનિવારના દિવસે સાવરણી ના ખરીદવી જોઈએ, કારણ કે શનિવારે સવારની ખરીદવાથી શનિદેવનો પ્રકોપ વધી શકે છે.

Image Source

જૂની સાવરણી બહાર નાખવાનો શ્રેષ્ઠ દિવસ:
ઘરમાં રહેલી સાવરણી જૂની થતા આપણે નવી સાવરણી લાવીને જૂની સાવરણીને બહાર ફેંકી દેતા હોઈએ છીએ, અને તેના માટે આપણે કોઈ દિવસ કે કોઈ સમય નક્કી કાઠી કરતા, પરંતુ જો વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો તેના માટે પણ યોગ્ય દિવસ નક્કી કરવામાં આવ્યો છે. જો તમે શુક્રવારના દિવસે સાવરણીને બહાર ફેંકો છો તો તે ઘણું જ અશુભ માનવામાં આવે છે કારણ કે એ દિવસ માતા લક્ષ્મીનો દિવસ હોય છે અને જૂની સાવરણી સાથે લક્ષ્મી મા પણ તમારા ઘરમાંથી વિદાય લઈ લે છે. સવારની બહાર ફેંકવા માટેનો શ્રેષ્ઠ દિવસ શનિવારનો માનવામાં આવે છે જો આ દિવસે તમે સાવરણી બહાર ફેંકો છો તો તમારા ઘરની ગરીબી પણ તેની સાથે જ ચાલી જાય છે.

સાવરણીનો આ ઉપાય તમને કરશે માલામાલ:
જો લક્ષ્મી માતાજીની કૃપા તમારા ઘર ઉપર બનાવી રાખવા માંગો છો તો જયારે પણ સાવરણી ખરીદો ત્યારે એ સવારની ઉપર એક સફેદ રંગનો દોરો પણ બાંધી દેવો જોઈએ. જેનાથી લક્ષ્મી માતાજી પણ ઘરની બહાર નથી જતા.

Image Source

આ દિવસે નવી સાવરણીનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ ગણાશે:
નવી સાવરણી ખરીદવા માટેના શ્રેષ્ઠ દિવસો તો આપણે જોયા, પરંતુ સાવરણી વાપરવાના પણ શ્રેષ્ઠ દિવસ હોય છે, સાવરણી વાપરવા માટે શ્રેષ્ઠ દિવસ છે શનિવારનો, શનિવારના દિવસે સાવર્ણીનો ઉપયોગ કરવો ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે.નવી સાવરણી વાપરતા પહેલા તેને ઘરની બહારના મુકવી અને ઘરમાં પણ એ રીતે રાખવી જેનાથી કોઈની નજર પણ ના પડે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.