ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 372 ન્યુ કેસ નોંધાયા, પણ એક રાહતના સમાચાર છે- જાણો અપડેટ

0

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોવિડ હવે ભારતમાં પણ બેકાબુ બન્યો છે અને છેલ્લા 24 કલાકમાં આપણા ગુજરાતમાં ન્યુ 372 કેસો નોંધાયા છે અને 20ના મૃત્યુ થયા છે જ્યારે 608 દર્દી સ્વસ્થ થયા છે. આમ જોઈએ તો ગુજરાતમાં ટોટલ 15,944 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 980 થયો છે જ્યારે 8,609 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.

ન્યુ કેસમાં અમદાવાદ સૌથી મોખરે છે. 253 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજના દિવસમાં સૌથી વધુ 608 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવી છે જે સારા સમાચાર કહી શકાય. આજે રાજ્યમાં 20 વ્યક્તિઓનાં કોરોનાને કારણે મૃત્યુ થયા છે. આજે અમદાવાદમાં 18 અને સુરતમાં 2 વ્યક્તિઓનાં મોત નિપજયા છે. આમ રાજ્યમાં કોરોનાનાં મોતનો કુલ આંક 980 થયો છે. આમ રાજ્યમાં કોરોનાનો પોઝિટિવ કુલ કેસોનો આંક 15944 છે. અને કુલ ડિસ્ચાર્જનો આંક 8609 છે.

ન્યુ નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 253, સુરત 45, વડોદરા 34, ગાંધીનગર 8, મહેસાણા-છોટાઉદેપુર 7-7, કચ્છ 4, નવસારી 2 નોંધાયા હતા. જ્યારે રાજકોટ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, ખેડા, ભરૂચ, સાબરકાંઠા, વલસાડ, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અન્ય રાજ્યમાં ફક્ત 1 1 કેસ નોંધાયા હતા.

Image Source

કોરોના જેવી મહામારી સામે લડવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. હાલ ગુજરાત સહીત સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આ લોકડાઉન આગામી 31 મેના રોજ પૂર્ણ થશે ગઈ કાલે ગૃહ મંત્રી અમિત શાહ અને દેશના વડાપ્રધાન દ્વારા બધા જ રાજ્યોના મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવાની સાથે-સાથે તેમના સૂચનો પણ મંગાવ્યા હતા. ત્યારે હાલમાં જ અફવા ઉંધી હતી કે, રાજ્યમાં પહેલી જૂનથી લોકડાઉન-5 અમલમાં આવશે અને બધું બંધ કરવામાં આવશે તેવી અફવાહ ઉડી હતી.

Image source

આ અફવાહ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આગામી 1 જૂનથી લોકડાઉન-5નો અમલ કરવામાં આવશે. ફરીથી બધું બંધ કરી દેવામાં આવશે.એવી અફવાહ તદ્દન પાયાવિહોણી ગણાવી છે. સરકારે દ્વારા આપવામાં આવેલી કોઈ પણ છૂટછાટ પાછી લેવાનો કોઈ નિર્ણય લીધો નથી. આ સ્થિતિમાં નાગરિકો આવી ખોટી અફવાઓથી દૂર રહે અને સરકાર પર વિશ્વાસ રાખે. આ સાથે જ વધુમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર લોકડાઉન અંગે નિર્ણય લે તે પછી રાજ્ય સરકાર નિર્ણય લેશે.

લોકોમાં ડરનો માહોલ ઉભો થાય તેવા મેસેજ ફોરવર્ડ કરવા પણ ગુનો છે. માટે, આવા મેસેજ તમારી પાસે આવે ત્યારે જ તેને ડિલિટ કરી દેવા અને કોઈને મોકલવાની ભૂલ ક્યારેય ના કરવી. જો ગ્રુપમાં કોઈ આવા મેસેજ મૂકી ડર ફેલાવવા પ્રયાસ કરે તો તેને પણ વોર્નિંગ આપવી જરુરી છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.