લોન્ચ થતા જ માર્કેટમાં છવાઇ ગઇ આ લક્ઝુરિયસ સસ્તી કાર, તાબડતોડ 46000થી વધુ થઇ બુકિંગ

ખુશખબરી: આ સસ્તી અને હિટ લક્ઝુરિયસ કારનું તાબડતોડ 46000થી વધુ થઇ બુકિંગ, લોકો લેવા દોડ્યા…ફીચર અને ભાવ જોઈને તમારી પણ ઈચ્છા થઇ જશે

નવી મારૂતિ બ્રેઝા ભારતમાં હવે વેચાણ માટે ઉપલબ્ધ છે. આ કારના એન્ટ્રી લેવલ LXi મૈન્યુઅલ મોડલની કિંમત 7.99 લાખ રૂપિયા છે. ત્યાં ટોપ રેંજ મોડલ ZXi ઓટોમેટિક વેરિયંટની કિંમત 13.96 લાખ રૂપિયા છે. આ કિંમતો એક્સ-શોરૂમ છે. આ કાર ભારતીય બજારમાં લોન્ચ થતા જ છવાઇ ગઇ છે.જો તમે આ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે 4 મહિનાથી વધુ રાહ જોવી પડી શકે છે. વેઇટિંગ પિરિયડ ઘટાડવા માટે કંપની આ કારનું પ્રોડક્શન વધારી રહી છે. આ કારના અત્યાર સુધીમાં 46,000 થી વધુ યુનિટ્સ બુક થઈ ચૂક્યા છે. નવી મારુતિ બ્રેઝા ચાર ટ્રીમ LXi, VXi, ZXi અને ZXi+માં ઉપલબ્ધ છે.

30 જૂનના રોજ આ કાર લોન્ચ થઇ હતી. બુકિંગના પહેલા જ દિવસે આ સબ-કોમ્પેક્ટ SUVની 4,400 પ્રી-બુકિંગ થઈ હતી. આ ઉપરાંત, કંપનીએ સત્તાવાર લોન્ચિંગ પહેલા જ નવા બ્રેઝા માટે 45,000થી વધુ બુકિંગ મેળવ્યા હતા. અત્યાર સુધીમાં 46,000 ગ્રાહકોએ આ નવી SUV બુક કરાવી છે. મારુતિ સુઝુકી ઈન્ડિયાના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શશાંક શ્રીવાસ્તવે ન્યૂ બ્રેઝાની લૉન્ચ ઈવેન્ટમાં બુકિંગ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે અમે નવા બ્રેઝા માટે પ્રી-બુકિંગની જાહેરાત કર્યાને આઠ દિવસ થઈ ગયા છે. એવું લાગે છે કે તેણે કાર પ્રેમીઓના હૃદય અને દિમાગને પહેલેથી જ કબજે કરી લીધું છે.

આ કારમાં 15L K15C પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ ગેસોલિન મોટર 5 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલી છે અને 103bhp પાવર જનરેટ કરે છે. કારના માઈલેજની વાત કરીએ તો આ કાર મેન્યુઅલ વેરિએન્ટ સાથે 20.15kmpl ની માઈલેજ આપે છે. જ્યારે ઓટોમેટિક વેરિઅન્ટ 19.80kmpl ની માઈલેજ આપે છે. કંપની આ કારને CNG સાથે લાવવાની પણ તૈયારી કરી રહી છે. આ કારમાં વાયરલેસ ચાર્જિંગ, કૂલ્ડ ગ્લોવબોક્સ, રીઅર ફાસ્ટ ચાર્જિંગ યુએસબી સ્લોટ જેવા ઘણા પ્રીમિયમ ફીચર્સ ઉપલબ્ધ છે. આ કાર કંપનીના સૌથી લોકપ્રિય મોડલમાંથી એક છે.

તેના પુરોગામી મોડલને ભારતમાં લાંબા સમયથી સૌથી વધુ વેચાતા એસયુવી મોડલમાં સામેલ કરવામાં આવ્યું હતું. મારુતિની નવી બ્રેઝાને લઈને લોકોમાં ઘણો ક્રેઝ છે. નવી Brezza પેટ્રોલ મોડલમાં આવશે અને તેમાં મારુતિની સ્માર્ટ હાઇબ્રિડ ટેક્નોલોજીનો વિકલ્પ પણ હશે. મારુતિએ નવા બ્રેઝાના નામમાંથી Vitara શબ્દ હટાવી દીધો છે. આ કારને હવેથી માત્ર બ્રેઝા નામથી જ ઓળખવામાં આવશે. કંપનીએ નવા બ્રેઝામાં ઘણા શાનદાર ફીચર્સ ઉમેર્યા છે. આમાં સૌથી વધુ નોંધનીય છે ઇલેક્ટ્રિક સનરૂફ. નવી Brezza મારુતિની પહેલી કાર છે જે સનરૂફ સાથે આવે છે.

આ ઉપરાંત, તેમાં 9-ઇંચની ફ્લોટિંગ સ્માર્ટપ્લે પ્રો+ ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, હેડ અપ ડિસ્પ્લે અને 360 ડિગ્રી વ્યૂ કેમેરાનો સમાવેશ થાય છે. આ સિવાય આ કાર એન્ડ્રોઈડ ઓટો અને એપલ કાર પ્લે જેવા ફીચર્સ સાથે આવશે. નવી બ્રેઝામાં ડ્યુઅલ જેટ અને ડ્યુઅલ VVT ટેક્નોલોજી છે. જેના કારણે આ કાર એક લીટર પેટ્રોલમાં 20.15 kmpl સુધીની જબરદસ્ત માઈલેજ આપશે. નવી બ્રેઝા 1.5-લિટર ડ્યુઅલ જેટ કે-સિરીઝ પેટ્રોલ એન્જિન સાથે આવશે. આ એન્જિન હાલમાં જ કંપનીએ તેની નવી Ertiga અને XL6માં આપ્યું છે.

Shah Jina