ઘરના મંદિરમાં ભૂલથી પણ ન રાખો આ 3 વસ્તુ, પરિવારને કરી દે છે કંગાળ

જેમાં ભારતનું કોઈ ગામ બાકી નહીં હોય જ્યાં મંદિર ન હોય તેવી જ રીતે કોઈ હિન્દુ પરિવારનું ઘર નહીં હોય જ્યાં મંદિર ન હોય. લોકો પોતાના ઘરમાં આર્થિક સ્થિતિ પ્રમાણે નાનું મોટુ મંદિર બનાવે છે અને તેમા રોજ પુજા આરતી કરે છે. આમ પણ જ્યારે કોઈ વ્યક્તિ નવુ ઘર ખરીદી છે ત્યારે પહેલા જ ભગવાનું સ્થાપન કરવામાં આવે છે. ભગવાનની સ્થાપના વગર ઘર અધુરુ છે. મંદિર ન માત્ર પૂજા અર્ચનાનું સ્થાન છે પરંતુ તેની સામે ધ્યાન-યોગ કરીને ભગવાન સાથે સંબંધ બનાવવામાં આવે છે. જો કે ઘરમાં મંદિરના સ્થાપન સમયે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું યોગ્ય છે.

વૈદિક શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ઘરના મંદિરમાં ખંડિત મૂર્તિ ન રાખવી જોઈએ. આવું કરવું ભગવાનનું અપમાન માનવામાં આવે છે. મંદિરમાં ખંડિત મૂર્તિ રાખવાથી ઘરમાં અનિષ્ટ થવાની આશંકા છે. જો તમારા ઘરમાં પણ કોઈ ખંડિત મૂર્તિ મંદિરમાં રાખી છે તો તેને આજે જ હટાવી દો. આ ખંડિત મૂર્તિને કોઈ નદી કે તળાવમાં વિસર્જિત કરી દો.ઘરના મંદિરમાં એકથી વધુ દેવી દેવતાની મૂર્તિ ન રાખો. આ અંગે એવી માન્યતા છે કે, મંદિર એકથી વધુ મૂર્તિ હોવાથી વિખવાદ થાય છે. જેનાથી ઘરનું વાતાવરણ ડોળાય છે અને ઘરમાં બિમારી ઘર કરે છે.

સનાતન ધર્મની માન્યતા અનુસાર ઘરના મંદિરમાં ક્યારેય પણ દેવી દેવતાઓની એવી મૂર્તિ ન રાખો જે ક્રોધિત કે રૌદ્ર સ્વરૂપમાં હોય. આવું કરવાનો અર્થ એ છે કે, દેવી દેવતા તે ઘરમાં પર ક્રોધ બતાવી રહ્યા છે. તેના કરતા દેવી દેવતાઓની હંમેશા શાંત અને આશિર્વાદ આપતી મૂર્તિ રાખવી જોઈએ. આમ પણ જો મંદિરમાં રાખેલી મૂર્તિ આકર્ષક હશે તો તમે જ્યારે વહેલી સવારે ધ્યાનમાં બેસશો ત્યારે જલદીથી એકાગ્ર થઈ શકશો. આકર્ષક મૂર્તિની અસર તમારા મન પર પણ પડે છે. આ ઉપરાંત જે જગ્યાએ મંદિર હોય તે જગ્યાએ એકદમ ચોખી રાખવી અને બને તો સુગંધિત અગરબત્તિ પ્રજવલીત કરવી. જેથી વાતાવરણ પણ સુગંધિત બનશે અને તમે ભગવાનમાં ધ્યાન લગાવી શકશો.

YC