
પતિ-પત્નીના સંબંધોમાં પ્રેમ બની રહે તો ગૃહસ્થ જીવનમાં સુખ શાંતિ બની રહે છે. પરંતુ જો કોઈ કારણોસર બંધોમાં ઝઘડા થવા લાગે તો પરિવારથી સુખ ગાયબ થઇ જાય છે. ક્યારેક નાની વાત વધી જાય તો બાળકો પર પર આની ખરાબ અસર પડે છે. એક પરિવારની ખુશી બંને પર નિર્ભર કરે છે. જ પતિ અને પત્ની બંને મળીને પ્રયાસ કરે તો ક્યારેય પણ નિરાશા હાથ નથી લાગતી.
ભરતમાં મહિલાઓને લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે. એક મહિલા ઘરને સ્વર્ગ અને નર્ક બંને બનાવી શકે છે. એવું કહેવાય છે કે જે ઘરમાં સ્ત્રીનું સન્માન નથી હતું એ ઘરમાં હંમેશા દરિદ્રતા છવાયેલી રહે છે, અને જે ઘરમાં સ્ત્રીને માન આપવામાં આવે છે એ ઘરમાં ધનની કમી ક્યારેય નથી થતી.

શાસ્ત્રોમાં એવું લખાયેલું છે કે જે ઘરમાં કલેશ થાય છે એ ઘરમાં લક્ષ્મીનો વાસ ક્યારેય નથી થતો. ગૃહસ્થ જીવનમાં બધા જ લોકો સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરે છે. જ્યા વ્યક્તિનું ઘર ખુશીઓથી ભરેલું હોય છે, ત્યારે તેમના જીવનમાં પણ બધું જ સારું થાય છે.
એટલે જ શાસ્ત્રોમાં જણાવેલા ઉપાયોને જો આત્મસાત કરી લેવામાં આવે તો ઘર પરિવાર ખુશ રહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કેટલીક એવી વિધિઓ વિશે જણાવીશું કે જેનાથી ઘર-પરિવારનો કલેશ ખતમ થઇ જશે.
પરિવારમાં સુખ બની રહે અને કલેશ દૂર થાય એ માટેનું એક સમાધાન છે માતા પાર્વતીની પૂજા. તેમની પૂજા ઘણી સમસ્યાઓનું સમાધાન થવાની સાથે જ દામ્પત્ય જીવનની સમસ્યાઓથી બહાર નીકળવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરિવારથી જોડાયેલી કોઈ પણ સમસ્યાઓના સમાધાન માટે માતા પાર્વતીની પૂજા શ્રેષ્ઠ માનવામાં આવે છે. માતા પાર્વતીને પ્રસન્ન કરવાથી શિવજી, ગણેશજી પણ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા પણ મળે છે.

આ સિવાય ઘરમાં કલેશ થતા હોય તો તેના માટેના બીજા પરિબળો પણ ખૂબ જ કામ કરે છે. જેમ કે તમે કઈ દિશામાં માથું અને પગ કરીને ઊંઘો છો એ ખૂબ જ મહત્વ ધરાવે છે. ઘરમાં થતા કલેશથી મુક્તિ મેળવવા માટે રાતે ઊંઘતા સમયે પૂર્વ દિશા તરફ માથું કરીને ઊંઘો. એનાથી તમને તણાવમાં રાહત મળે છે. એવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાની સંચાર થાય છે.
હનુમાનજીની નિયમિત રૂપે આરાધના કરવાથી પણ ઘરમાંથી કલેશ દૂર થાય છે. જો કોઈ સ્ત્રી ગૃહકલેશથી પરેશાન છે તો ભોજપત્ર પર લાલ કલમથી પતિનું નામ લખીને 21 વાર ‘હં હનુમંતે નમઃ’નું ઉચ્ચારણ કરતા આ પત્રને ઘરના કોઈ ખૂણામાં મૂકી દો. આ સિવાય 11 મંગળવાર નિયમિતપણે હનુમાનજી મંદિર જઈને વસ્ત્ર અને સિંદૂર ચઢાવવાથી તકલીફોથી રાહત મળે છે.

જો કોઈ ઘરમાં પતિ-પત્ની કે બાપ-દીકરા વચ્ચ્ચે કલેશ કે વિવાદ ચાલી રહ્યો હોય તો ગણેશજીની ઉપાસના કરવી જોઈએ. લગ્નજીવન સુખી બનાવવા માટે લાડવા બનાવીને રોજ ગણેશજીને ભોગ લગાવીને તેમની અને શક્તિની ઉપાસના કરવાથી પણ સમસ્યા દૂર થાય છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App