જ્યોતિષ શાસ્ત્ર

બીજાના ઘરની આ 5 વસ્તુઓ ક્યારેય ખાવી નહિ બાકી ગરીબી આવશે તમારી માથે

આપણે સૌ ક્યારેયને ક્યારેય કોઈ બીજાના ઘરે કોઈને કોઈ કારણોસર ગયા હોઈશું અને ત્યાં જમ્યા પણ હોઈશું. ડિનર પાર્ટી હોય કે કોઈ બીજા ફંક્શન હોય, આપણી સામે ઘણા જુદા-જુદા પ્રકારના વ્યંજનો ખાવા માટે મુકવામાં આવે છે. આ અન્ન આપણે ખાઈ પણ લઈએ છીએ અને એ પણ કોઈ પણ પ્રકારના વિચાર કર્યા વિના. પણ શું તમે જાણો છો કે બીજાના ઘરનું અન્ન તમારા પર કેવી અસર કરી શકે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે બીજાના ઘરે બેફિકરાઈથી ખાઈ તો લઈએ છીએ પણ એ ભોજનની આપણા પર કેવી અસર થાય છે?

Image Source

આપણે ત્યાં એક ખૂબજ પ્રસિદ્ધ કહેવત છે જેવું અન્ન એવું મન, અને એટલે જ બીજાના ઘરના ભોજનની આપણા પર વિપરીત અસર થઇ શકે છે. ત્યારે આજે અમને તમને જણાવીશું કે આખરે એવી કઈ વસ્તુઓ હોય છે કે જે બીજાના ઘરે આપણે થોડું સમજી વિચારીને જ ખાવી જોઈએ. ચાલો જોઈએ –

Image Source

તલ –
જણાવી દઈએ કે બીજાના ઘરે જઈને કાળા તલનું સેવન તમને એ ઘરના કરજદાર બનાવી શકે છે, આ કરજને તમારે આવતા જન્મમાં પણ ચૂકવવું પડી શકે છે. એટલે બની શકે તો બીજાના ઘરના કાળા તલ ખાવાથી બચવું જોઈએ. પણ જો તેમને તમને પોતાના ઘરે આમંત્રિત કર્યા છે તો ત્યાં ખાવું તો પડશે પણ આ વાત ધ્યાનમાં રાખીને ખાવું.

Image Source

મીઠું –
જો તમે કોઈએ તેમના ઘર આમંત્રિત કર્યા છે તો તમારે તેમના ઘરનું મીઠું ખાવું જ પડશે. પણ અહીં વાત બનેલા ભોજનમાં નાખેલા મીઠા વિશે નથી કરી રહયા પણ તમે ઉપરથી જે મીઠું ખાઓ છો એની વાત છે. જો તમે સલાડ કે શાકમાં ઉપરથી મીઠું નાખીને ખાઓ છો તો એવું ન કરવું. બીજાના ઘરનું કાચું મીઠું ન ખાવું. બીજાના ઘરનું કાચું મીઠું ખાવાથી એ પરિવારના વિચાર આપણને ખૂબ જ પ્રભાવિત કરે છે.

Image Source

લાલ રંગના વ્યંજન –
બીજાના ઘરના લાલ રંગના વ્યંજન એટલે કે લાલ રંગનો હલવો કે પછી આ રંગ સાથે જોડાયેલી બીજી કોઈ પણ વસ્તુનું સેવન ન કરવું જોઈએ. લાલ રંગની વાઈન, શરબત કે પછી લાલ રંગની ડીશમાં પણ ભોજનનું સેવન કરવાથી બચવું જોઈએ.

Image Source

શનિવારના દિવસે –
પ્રયાસ કરો કે શનિવારના દિવસે બીજાના ઘરે ડિનર પ્લાન ન કરો. ઘણીવાર લોકો શનિવારે બીજાને ખવડાવી-પીવડાવીને પોતાના કષ્ટ દૂર કરવાના અનેક ઉપાયો કરે છે. એવામાં શનિવાર સિવાય કોઈ પણ દિવસે બીજાના ઘરે ડિનર કરવા જઈ શકાય.

Image Source

પૈસા લેવા
ભારતીય રિવાજ અનુસાર, ઘરે આવેલા મહેમાનોને કંઈક આપીને મોકલવા શુભ માનવામાં આવે છે. પણ આ કામ ઘરના વડીલો કરે તો જ સારું છે. પોતાની ઉંમરના કે પછી પોતાના કરતા નાની ઉંમરના વ્યક્તિ પાસેથી પૈસા લેવા અશુભ માનવામાં આવે છે. શુકન માટે જેટલા બની શકે એટલા ઓછા પૈસા લો, જો તમે કોઈ વધુ પૈસા આપે છે તો પ્રેમથી એમાંથી પચાસ-સો રૂપિયા રાખીને બાકીના પરત કરી દેવામાં જ ભલાઈ હોય છે.

તો હવે તમે જાણી જ ગયા છો કે બીજાના ઘરે શું ન ખાવું અને શું ન કરવું, તો આ વાત આવતી વખતે ધ્યાનમાં રાખજો અને પોતાના ભલા માટે આ વસ્તુઓ કરવાનું બની શકે તો ટાળજો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.