ભીષ્મ પિતામહ રાજકારણની સાથે ધર્મના પણ જ્ઞાતા હતા. તેમણે પોતાના જીવનમાં પ્રાપ્ત કરેલા અનુભવોનો સાર પોતાના મૃત્યુ સમયે યુધિષ્ઠિરને જણાવ્યો હતો. તેને સંક્ષિપ્તમાં ભીષ્મ નીતિ કહેવામાં આવે છે.
કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં જ્યારે ભીષ્મ પિતામહ બાણ શૈયા પર મૃત્યુની રાહ જોઈ રહયા હતા, ત્યારે તેમને યુધિષ્ઠિરને ઘણી ઉપયોગી બાબતો જણાવી હતી. તેમણે મિત્રતા વિશે પણ ઘણી સલાહો પણ આપી હતી, કારણ કે કૌરવોનો વિનાશ થવામાં તેના મિત્રોનો પણ મોટો ફાળો હતો.

તેમને જણાવેલી એ બાબતો આજે પણ આપણા જીવન માટે ખૂબ ઉપયોગી છે, ત્યારે આપણે જાણવું જોઈએ કે કયા પ્રકારનાં લોકો સાથે સંબંધ રાખવો જોઈએ અને કયા પ્રકારનાં લોકોથી આપણે હંમેશાં દૂર રહેવું જોઈએ. જાણો ભીષ્મ પિતામહે મિત્રતા વિશે કહ્યું હતું કે અમુક પ્રકારના લોકો સાથે મિત્રતા ન કરવી જોઈએ નહિ તો તમારું જીવન નર્ક સમાન બની જાય છે અને તેમારું ભવિષ્ય નષ્ટ થઇ જાય છે. તો ચાલો જાણીએ ભીષ્મ પિતામહે કયા પ્રકારના લોકોથી દૂર રહેવા જણાવ્યું હતું –
આળસુ લોકો –

આળસ એ માણસનો સૌથી મોટો દુશ્મન છે આળસુ વ્યક્તિ જીવનમાં કોઈ તક જડપી શકતો નથી, આળસને કારણે માણસ પોતાની જવાબદારીઓ નિભાવતો નથી અને દરેકની નજરમાં તે ખરાબ પાત્ર બની જાય છે, ન તો તે તેની તંદુરસ્તી તરફ ધ્યાન આપે છે, ન પોતાના કામો પર, એની સંગતિમાં આપણે પણ એના જેવા જ આળસુ બની જઈએ છીએ. જેથી એવા લોકોથી બચીને રહેવું કે જે આળસુ હોય અને મહેનત કરવાથી બચતો હોય. એની સાથે જે મિત્રતા કરે છે એ પણ તેના જેવો જ બની જાય છે.
નાસ્તિક –

ભીષ્મ પિતામહે એવા લોકો સાથે મિત્રતા રાખવાની ના કહી છે કે જે ભગવાન અને ધર્મમાં વિશ્વાસ કરતા નથી. એવા લોકોને ન તો ધર્મથી મતલબ હોય છે કે ન તો શાસ્ત્રોમાં વિશ્વાસ, એટલે જ એ લોકો અધર્મી અને પાપી બની જાય છે. ભગવાનમાં વિશ્વાસ ન કરવાનો અર્થ સત્ય, ન્યાય, દયા અને ચરિત્ર જેવા ગુણો ન હોવા, ત્યારે આ લોકો માટે ખોટું બોલવું, ખરાબ વર્તન કરવું એ બધી જ બાબતો સ્વાભવ બની જાય છે. આવા લોકો પોતાની સાથે રહેનારાઓને પણ આવા જ બનાવી દે છે એટલે જ નાસ્તિક લોકોથી દૂર રહેવું જોઈએ.
ગુસ્સો કરનાર –

વધુ ગુસ્સો કરનાર વ્યક્તિનું વર્તન રાક્ષસ સમાન માનવામાં આવે છે. ગુસ્સો કરવાથી વ્યક્તિ હંમેશાં પોતાનું જ નુકશાન કરી બેસે છે. ઘણીવાર તો નિંદા અને રમૂજનું પાત્ર બની જાય છે. આવા લોકો પોતાની નિકટના લોકોને પણ નુકશાન પહોંચાડી શકે છે. આવા લોકો સાથે મિત્રતા વધુ લાંબી ટકતી નથી. બની શકે કે આ જ મિત્ર પછીથી દુશ્મની બની જાય. જેથી વધુ ગુસ્સે થતા વ્યક્તિ સાથે ક્યારેય મિત્રતા ન કરો.
ઈર્ષ્યા અને દ્વેષ રાખનાર –

જે વ્યક્તિના મનમાં ઈર્ષ્યા અથવા દ્વેષની લાગણી હોય તે નિશ્ચિતપણે કપટ કરનાર પાપી અને છેતરનાર વ્યક્તિ હોય છે, તે અન્યને અપમાનિત કરવા કોઈપણ હદે જઈ શકે છે. આવા લોકો કોઈની સાથે મિત્રતા કરવાનો ઢોંગ કરે છે. અને જે લોકોમાં ઈર્ષ્યા અથવા દ્વેષની લાગણી હોય છે તે સાચું-ખોટું વિચારતા નથી. આવી વ્યક્તિની મિત્રતા આપણને પણ એટલી ખરાબ બનાવે છે. એટલે જ જે લોકો પોતાનું ભલું ઇચ્છતા હોય એવા લોકોએ એમનાથી દૂર રહેવું જોઈએ.
શરાબ પીનાર –
સામાજિક જીવનમાં દરેક માટે કેટલીક મર્યાદાઓ હોય છે, દરેક વ્યક્તિએ તે મર્યાદાઓનું પાલન કરવું જોઈએ, પરંતુ શરાબ પીતા વ્યક્તિની કોઈ મર્યાદા હોતી નથી, શરાબ પીધા પછી તેને સારું કે ખરાબ પણ લાગતું નથી. આવા વ્યક્તિ તેના મિત્રો અને પરિવારને નુકસાન પહોંચાડી શકે છે. જેના જીવનમાં એકવાર શરાબ પ્રવેશ્યું પછી તેને કોઈ દુશ્મનની જરૂર નથી પડતી, શરાબ જ તેને નષ્ટ કરી દે છે. તેઓ કોઈપણ સમયે તમારી સમસ્યાઓનું કારણ બની શકે છે, તેથી શરાબ પીનારા વ્યક્તિ સાથે ક્યારેય મિત્રતા ન કરવી જોઈએ.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.