ભૂલ થી પણ ના માંગો આ વસ્તુ ભગવાન પાસે, આખી જિંદગી રહેશો દુખી રહેવું પડશે
કહેવાય છે કે ભગવાન પાસે આપણા સાચા માંથી કંઈપણ માંગીએ ભગવાન જરૂર સાંભળે છે, અને આપણી મનોકામનાઓ પૂર્ણ પણ કરતા હોય છે, દરેક વ્યક્તિ ભગવાનના મંદિરમાં દર્શન કરવા માટે જાય છે અને હાથ જોડીને ભગવાન પાસે કંઈક તો માંગતા જ હોય છે, જો સાચા મનથી ભગવાન પાસે કઈ માંગ્યું હોય તો ભગવાન તેનું ફળ અવશ્ય આપે છે.

પરંતુ કેટલીક એવી બાબતો છે જે તમે ભગવાન પાસે માંગો છો તો દુઃખ તમને જ આવી પહોંચે છે. શાસ્ત્રોમાં જણાવવાં આવ્યું છે કે ભગવાન પાસે કોઈ સારી વસ્તુ જ મંગાવી, જો તમે એવું કઈ માંગી લો છો તો ભગવાન જીવનમાં સુખના બદલે દુઃખ ભરી દેતા હોય છે, અને આખું જીવન પછી દુઃખમાં જ પસાર કરવું પડે છે.

ભગવાન પાસે જયારે પણ તમે બે હાથ જોડીને કઈ માંગો ત્યારે ક્યારેય બીજા વ્યક્તિનની બરબાદી થાય એવું કે બીજા કોઈને તકલીફ થાય એવું ક્યારેય ના માંગવું જોઈએ, જો તમારી કોઈ વ્યક્તિ સાથે વ્યક્તિગત દુશ્મની હોય તો પણ તમે ભગવાન પાસે પ્રાર્થમાં ક્યારે તેનું અહિત નથી માંગી શકતા કારણ કે ભગવાનને પણ બીજા લોકોની બરબાદીની પ્રાર્થના કોઈ કરે એ પસંદ નથી હોતું.

આવું કરવાથી ભગવાન તમારા ઉપર નારાજ થાય છે અને તમારા સારા કામ પણ બગડવા લાગે છે. જેના કારણે ભગવાન પાસે જયારે પણ પ્રાર્થના કરો ત્યારે કોઈ સારી વસ્તુ જ માંગો, કોઈના માટે સારી પ્રાર્થના કરો, કોઈને દુઃખ પહોંચે કે કોઈની બરબાદી માટે ક્યારેય પ્રર્થના ના કરવી.