પોતાની આંખોની સામે 3 ભાઈ બહેનોને ભુખમરી અને ગટરનું પાણીને લીધે મૃત્યુ પામતા જોયા, પછી
આજ સુધી આપણે ઘણી સફળતાની વાર્તાઓ સાંભળી હશે, ઘણા લોકોને શૂન્યમાંથી સર્જન કરતા પણ આપણે જોયા છે, પરંતુ આજે અમે તમને જે વ્યક્તિની કહાની સંભળાવીશું એ તદ્દન જુદી છે. તેમને તેમના જીવનમાં જે કર્યું છે, તે કરવાનું સાહસ પણ કદાચ કોઈ ના કરી શકે અને તે વ્યક્તિ જે માહોલમાંથી આવ્યા છે તે જાણીને તમને પણ નવાઈ ચોક્કસ લાગશે.

એક ગરીબ હરિજન પરિવારમાં જન્મેલો એક માણસ, તેને ભૂખમરો અને ગટરનું ગંદુ પાણી પીવાના કારણે તેના ત્રણ ભાઈ-બહેનોને તેની આંખો સામે મૃત્યુ પામતા જોયા હતા. તેણે પોતાનું બાળપણ બીમારીઓ જેવી કે શીતળા, ટાઇફોઇડ તાવ અને અન્ય ઘાતક બીમારીઓ સાથે ખૂબ જ મુશ્કેલીથી લડીને વિતાવ્યું છે. લાંબી બીમારીએ આ વ્યક્તિના શરીરને સંપૂર્ણ તોડી નાખ્યું હતું, પરંતુ તેના માનબળાનો વાળ પણ વાંકો કરી શક્યું નહીં.
અખાત મહેનત અને પરિશ્રમ ધ્વરા આ વ્યક્તિ હાલમાં એ મુકામ ઉપર પહોંચી ગયો છે જ્યાં પહોંચવાનું દરેકનું સપનું હોય છે. આજે આ વ્યક્તિ પાસે લક્ઝુરિયસ કાર છે, પોતાનું અંગત હવાઈ જહાજ છે, અને આલીશાન વૈભવી જીવન જીવે છે, સાથે આ વ્યક્તિનું બાળપણ જે ગામમાં વીત્યું એ ગામની સહાય માટે પણ તેને 130 કરોડ રુપિયાનું દાન કર્યું છે.

આ વાર્તા દેશના પ્રખ્યાત ન્યુરોસર્જન ડો.કુમાર બહુલિયનની સફળતાની છે. કેરળના કોટ્ટયમ જિલ્લાના એક ગામમાં જન્મેલા અને ઉછરેલા, જ્યાં પીવાનું પાણી, વીજળી, શૌચાલયો, શાળાઓ અને હોસ્પિટલો જેવી મૂળભૂત બાબતોની કોઈ જ સુવિધા નહોતી. કુમારના પિતા મજૂરી કરીને પરિવારનું ભરણ પોષણ કરતા. ઘરની આર્થિક સ્થિતિ એટલી દયનીય હતી કે ઘણા દિવસો સુધી ભૂખ્યા રહેવું પડતું. એટલું જ નહીં, ગામમાં શુધ્ધ પાણીની અભાવના કારણે તેમને ગટરના પાણીથી તરસ છીપાવવી પડતી.
ઘણા દિવસોથી ખાવાનું ન મળતા તેમને માત્ર ગટરના પાણીથી તેમની ભૂખ છીપાવવી પડતી હતી. ભૂખ અને દુષિત પાણીના વપરાશથી તેના ત્રણ ભાઈ-બહેનનો જીવ લઇ લીધો. કુમારે કોઈક રીતે જીવન સાથે સંઘર્ષ કરવો ચાલુ જ રાખ્યો. તેને પોતાનું બાળપણમાં કોલેરા, શીતળા, ટાઇફોઇડ જેવા રોગો સામે લડવું પડ્યું. બધી મુશ્કેલીઓ છતાં કુમારને નાનપણથી જ ભણવામાં રસ હતો. તેના પિતાએ ગામના એક નાની જાતિના શિક્ષકને કુમારને શિક્ષા આપવા અનુરોધ કર્યો અને પછી કુમારે ગામના આ શિક્ષકના માર્ગદર્શન હેઠળ ખંતથી અભ્યાસ કર્યો અને આગળ વધ્યા.

માસ્ટરજી હંમેશાં કુમારને પ્રોત્સાહિત કરતા અને તેમને આર્થિક સહાયતા પણ કરતા. કુમાર માટે તે એક દિવ્ય ઉપહાર હતો અને ત્યારબાદ તેણે ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા સંચાલિત મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને તબીબી અભ્યાસ પૂર્ણ કર્યો. ઉત્કૃષ્ટ વિદ્યાર્થી હોવાને કારણે, સરકારે તેમને ન્યુરોસર્જિકલ શિક્ષણ માટે સ્કોટલેન્ડ મોકલ્યા. પરંતુ 6 વર્ષ પછી, જ્યારે તેઓ ગ્રેજ્યુએશન પછી ભારત પાછા ફર્યા, ત્યારે અહીં તેમને કોઈ નોકરી મળી નહીં. તે સમયે દેશમાં ન્યુરોસર્જરીનો મર્યાદિત ઉપયોગ થતો હતો.
અંતે, કુમારે કેનેડા જવાનું નક્કી કર્યું અને ત્યારબાદ તે ન્યૂયોર્ક જવા રવાના થઈ ગયા અને અલ્બેની મેડિકલ કોલેજમાં કામ કરીને તેમની કારકિર્દી શરૂ કરી. ન્યુ યોર્ક સ્થાયી થયા પછી 1973માં તેમણે પ્રખ્યાત બફેલો યુનિવર્સિટીમાં ન્યુરોસર્જરીમાં સહયોગી પ્રોફેસર તરીકે કાર્યભાર સંભાળ્યો, સ્થાનિક ન્યુરોસર્જન સાથે કામ કરવાનું શીખ્યા. ઘણા વર્ષોથી તબીબી વિશ્વમાં કામ કરતી વખતે તેમણે પુષ્કળ પૈસા બનાવ્યા. આ સમય દરમિયાન તેમને એકવાર તેમના ગામ આવવું પડ્યું અને અહીંની પહેલા જેવી જ દયનીય સ્થિતિ જોયા પછી તે સ્તબ્ધ થઈ ગયા. પોતાના બાળપણમાં ગામની અંદર કરેલા સંઘર્ષને યાદ કરતા ડો. કુમારે આખા ગામના પરિદૃસ્યને બદલવાની પ્રતિજ્ઞા કરી લીધી.
બાળપણમાં બિમારીથી મૃત્યુ પામેલા તેમના ત્રણ ભાઈ-બહેનોને જોઈ ચૂકેલા કુમારે પહેલા ગામની આરોગ્ય વ્યવસ્થામાં સુધારણાની પ્રક્રિયા શરૂ કરી. આ શ્રેણીમાં તેમણે વર્ષ 1993માં બહુલેયન ચેરીટેબલ ફાઉન્ડેશનની સ્થાપના કરી અને નાના બાળકો અને સગર્ભા સ્ત્રીઓને યોગ્ય સ્વાસ્થ્ય સંભાળ પૂરી પાડવાના હેતુથી એક ક્લિનિકની સ્થાપના કરી.

વર્ષ 2007માં તેમને ગામના વિકાસના યોગદાન માટે 130 કરોડ રૂપિયાનું અંશદાનની જાહેરાત કરી બધાને હેરાન કરી દીધા. આ પૈસાની મદદ ધ્વરા શૌચાલય, રસ્તા અને ગામલોકો માટે પાણીની આપત્તિને સંતોષવાના નિરંતર કામની શરૂઆત કરી. ફાઉન્ડેશનને આર્થિક રૂપે મજબૂત કરવા માટે તેમને વર્ષ 2004માં, લકઝરી ઓરડા, સ્વાસ્થ્ય સ્પા અને વ્યાયામશાળાનું પણ નિર્માણ કર્યું.
જે વ્યક્તિ એટલો ગરીબ હતો કે તેને 20 વર્ષની ઉંમરમાં પહેલી જોડી ચપ્પલ નસીબમાં મળ્યા હતા. તે જ વ્યક્તિ આજે રોલ્સ રોય જેવી મોંઘી ગાડીઓમાં સવારી કરે છે, આલીશાન બંગલામાં રહે છે, તેની પાસે પ્રાઇવેટ વિમાન પણ છે. આબ ઘી વસ્તુઓ હોવા છતાં પણ તેમનું દિલ ખુબ જ વિશાળ છે.