કોઈ ચમત્કારથી જરા પણ કમ નથી આ જગ્યાએ આવેલો “રિવર્સ બ્રીઝ”, નજારો જોઈને જ તમે હક્કાબક્કા રહી જશો, જુઓ વીડિયો

અહીંયા આવેલો છે ખુબ જ રહસ્યમય બ્રિજ.. ગાડીઓ થોડી સેકેંડ માટે થઇ જાય છે ગાયબ.. જોઈને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય.. જુઓ વીડિયો

દેશ અને દુનિયામાં ઘણી એવી એવી જગ્યાઓ આવેલી છે જે જોઈને એમ લાગે કે આ જગ્યાઓ કોઈ ચત્મકારથી કેમ નથી. જેમાં કેટલીક જગ્યાઓ કુદરતી રીતે જ બની ગયેલી છે તો કેટલીક જગ્યાઓ માનવનિર્મિત છે. આ જગ્યાઓ પર જવાનું પણ લોકોનું સપનું હોય છે. સોશિયલ મીડિયામાં પણ આવી જગ્યાઓની તસવીરો અને વીડિયો પણ ખુબ જ વાયરલ થતા હોય છે અને લોકો પણ તેને ખુબ જ પસંદ કરતા હોય છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયા એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક એવો જ અદભુત નજારો જોવા મળી રહ્યો છે. જેને જોઈને એમ લાગે કે આ કોઈ ચમત્કાર કરતા જરા પણ કમ નથી. વાયરલ થઇ રહેલો આ વીડિયો છે નેધરલેન્ડમાં આવેલા રિવર્સ બ્રિજનો. જેને જોઈને લોકોને પણ પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ બાઈ ગયો છે.

આ બ્રિજનો ડ્રોન વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે આ બ્રિજ પરથી પસાર થનારી કેટલીક ગાડીઓ ક્ષણવાર માટે ગાયબ થઇ જાય છે. 17 સેકેંડનો આ વીડિયો લોકોને પણ એક ક્ષણ માટે વિચારમાં મૂકી દે છે કે આખરે થોડી સેકેંડ માટે આ વાહનો પાણીમાં ક્યાં ગાયબ થઇ જાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે બ્રિજની રચના એ રીતે કરવામાં આવી છે જેને જોઈને કોઈને પણ એમ જ લાગે.

આ બ્રિજને વર્ષ 2002માં સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ બ્રિજ પર એક અંડર પાસ બનાવવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કાર બ્રિજ પરથી પસાર થતા અંડર પાસમાં ઘુસી જાય છે અને પછી થોડી સેકેંડ બાદ આગળ બહાર નીકળે છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ બ્રિજ પરથી રોજ 28,000 ગાડીઓ પસાર થાય છે. આ બ્રિજને 22,000 ક્યુબિક મીટર કોન્ક્રીટથી બનાવવામાં આવ્યો છે. જેના કારણે તેની ઉપરથી વહેતા પાણી અને હોડીઓનો ભાર સહન કરી શકે.

Niraj Patel