20 હજાર સ્ક્વેર ફૂટના આલિશાન ઘરમાં રહે છે પ્રિયંકા, પેટા- ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવાના 1.80 કરોડ ચાર્જ કરે છે પ્રિયંકા
એક છે દેશી ગર્લ અને બીજો છે વિદેશી મુંડો. વૈશ્વિક સ્તરે ફેમસ પ્રિયંકા ચોપરા અને નિક જોનસ વિશ્વના સૌથી વધુ ટ્રેડિંગ કપલ્સમાંથી એક છે. વર્ષ 2018 માં જ્યારથી તેઓએ લગ્ન કર્યા છે, ત્યારથી તેઓ ઘણા પ્રસંગોએ કપલ ગોલ આપતા જોવા મળ્યા છે.
નિકયંકાની જોડીને વૈશ્વિક આકર્ષણ મળ્યું છે. તેથી જ તેમની જોડી મનોરંજન ઉદ્યોગ માટે નફાકારક સોદો સાબિત થઈ છે. સાથે આવવાથી પ્રિયંકા નિક સાચા અર્થમાં પાવર કપલ બની ગયુ છે. નિક અને પ્રિયંકા પોતપોતાના વ્યવસાયમાં સફળ છે. આ જ કારણ છે કે તેમના બેલેન્સના અંતમાં ઝીરો વધતા જ રહે છે.
પ્રિયંકા અને નિક જોનાસની નેટવર્થ તમારા હોંશ ઉડાવી દેશે. 2020 GQ મેગેઝિનના રિપોર્ટ અનુસાર, તેમની વર્તમાન નેટવર્થ 734 કરોડ છે. નિક અને પ્રિયંકાની બ્રાન્ડ વેલ્યુ ઘણી વધારે છે. તેથી જ તેઓ જે કંઈ પણ કરે છે તેના માટે બંનેને મોટી રકમ મળે છે. હવે પ્રિયંકાને જ લો, દેશી ગર્લ બોલિવૂડ અને હોલીવુડ બંને જગ્યાએ સમાન કામ કરી રહી છે.
હોલિવૂડનો હિસ્સો હોવાને કારણે પ્રિયંકા ચોપરાને બોલિવૂડમાં મોટી સંખ્યામાં ઓફરો મળે છે. ફિલ્મો સિવાય પ્રિયંકા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, સીરીઝમાંથી પણ ઘણી કમાણી કરે છે. તે ન્યૂયોર્કમાં પોતાની રેસ્ટોરન્ટ સોના પણ ચલાવે છે. તે સ્ટેજ શોમાંથી પણ સારી કમાણી કરે છે. અભિનેત્રી એક સ્ટેજ પરફોર્મન્સ માટે 4-5 કરોડ રૂપિયા લે છે.
હોલીવુડમાં પ્રિયંકાને એક પ્રોજેક્ટ માટે કરોડોમાં ફી મળે છે. ક્વોન્ટિકોના એક એપિસોડ માટે પ્રિયંકાએ 3 કરોડ રૂપિયા લીધા હતા. તેની પાસે ઘણી મોટી ફિલ્મો છે. પ્રિયંકા ધીમે-ધીમે હોલીવુડ ફિલ્મોમાં પોતાનો પગ જમાવી રહી છે.
માત્ર એક્ટિંગ જ નહીં, પ્રિયંકા ચોપરા પ્રોડ્યુસર પણ છે. તેમની કંપની પર્પલ પેબલ પિક્ચર્સે અત્યાર સુધીમાં ઘણા પ્રોજેક્ટ રજૂ કર્યા છે. વેન્ટિલેટર, ધ સ્કાય ઇઝ પિંક પ્રિયંકાના પ્રોડક્શન હેઠળ રિલીઝ થઈ છે. પ્રિયંકા ચોપરા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં મોટું નામ છે. તે પેન્ટેન, બ્લેન્ડર્સ પ્રાઇડ, લાઇફ મોબાઇલ સહિતની ઘણી પ્રોડક્ટ્સની એમ્બેસેડર રહી છે.
2019 ના એક રિપોર્ટમાં, એવું બહાર આવ્યું છે કે અભિનેત્રી એક ઇન્સ્ટાની સ્પોનસર્ડ પોસ્ટ માટે 1.80 કરોડ ચાર્જ કરે છે. પ્રિયંકા ઇન્સ્ટા પર સૌથી વધુ ફોલો કરવામાં આવતી સેલેબ્સમાંની એક છે. પ્રિયંકા ગયા વર્ષે હોપર HQના ઇન્સ્ટાગ્રામ રિચ લિસ્ટમાં 19મા ક્રમે હતી. તેની નેટવર્થ 2,71,000 ડોલર હોવાનું જાણવા મળ્યું હતું.
નિક જોનસ વિશે વાત કરીએ તો, તેણે બેન્ડ જૂથ જોનસ બ્રધર્સ સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. નિકે તેની સોલો મ્યુઝિક કરિયરની શરૂઆત 2013માં કરી હતી. એક્ટર અને સિંગર નિક જોનસના ગીતો મ્યુઝિક ચાર્ટમાં ટોપ પર રહે છે.
નિક જોનસ ટેકીલા બ્રાન્ડ વિલા વનના સહ-માલિક છે. સેલિબ્રિટી નેટ વર્થ અનુસાર, નિકની કુલ સંપત્તિ 50 મિલિયન ડોલર છે. લગ્ન બાદ પ્રિયંકા અને નિકે લોસ એન્જલસમાં 144 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું હતું. આ ઘર 20 હજાર સ્ક્વેર ફૂટમાં બનેલ છે.
પ્રિયંકા એક સ્માર્ટ ઇન્વેસ્ટર છે. અભિનેત્રીએ તેના પૈસા ડેટિંગ એપ બમ્બલમાં રોક્યા હતા. જેના આજે 100 મિલિયન યુઝર્સ છે. નિકે પ્રિયંકાને મર્સિડીઝ બેન્ઝ મેબેચ ગિફ્ટ કરી હતી. જેની કિંમત 160,500 ડોલર છે.
કપલ પાસે લક્ઝરી વાહનોનું કલેક્શન છે. તેમાં BMW 5 સિરીઝ, મર્સિડીઝ S-ક્લાસ, Audi Q7, 1960 Ford Thunderbird, 1968 Ford Mustang, Chevrolet Camaro, Karma Fisker અને Dodge Challenger R/T નો સમાવેશ થાય છે.