ઈન્સ્ટાગ્રામની એક પોસ્ટથી ખુલ્યો રાજકોટ મર્ડરનો ભેદ, ભત્રીજાએ કાકીની કરી હત્યા પણ ગુનો કબૂલ્યો પતિએ, પણ પછી જોવા જેવી થઇય…

ઈન્સ્ટાગ્રામની એક પોસ્ટથી ખુલ્યો રાજકોટ મર્ડરનો ભેદ, ભત્રીજાએ કાકીની કરી હત્યા પણ ગુનો કબૂલ્યો પતિએ, પણ પછી જોવા જેવી થઇય…

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં જ રાજકોટમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી. 20 વર્ષિય પ્રેમ જેઠવા નામના યુવકે પોતાની ગર્લફ્રેન્ડના મોજ શોખ પૂરા કરવા હત્યાને અંજામ આપ્યો. આ યુવક મોજ શોખવાળી જિંદગી જીવવા અને સગીર વયની ગર્લફ્રેન્ડની જરૂરિયાતો પૂરી કરવા ચોરી કરતો પણ હદતો ત્યારે થઇ જ્યારે તેણે લૂંટની સાથે સાથે હત્યાની ઘટનાને પણ અંજામ આપ્યો.

આરોપી ગત 14 ફેબ્રુઆરીના રોજ એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે રાજકોટના જામનગર રોડ પર આવેલ શિવસાગર સોસાયટીમાં રહેતા હેમાલી વરુના ઘરે પહોંચ્યો અને પહેલા તો તેની દીકરીને રમાડવા આવ્યો હોવાનું કહ્યુ અને પછી હેમાલી જ્યારે ફળિયામાં કામ કરી રહી હતી ત્યારે તેની નજર ચૂકવી બેડરૂમમાં આવેલ કબાટમાંથી હેમાલીના દાગીના સેરવી લીધા. આ સમયે અચાનક જ હેમાલી બેડરૂમમાં આવી જતા આરોપીને ચોરી કરતી જોઈ ગઈ.

ત્યારે બંને વચ્ચે બોલાચાલી થઈ અને પછી આરોપી પ્રેમ જેઠવાએ તેની કાકીનું ગળું દબાવી ગળાના ભાગે તીક્ષ્ણ ઘા ઝીંકી દીધા. આ પછી હત્યા કર્યા બાદ આરોપી સોના ચાંદીના દાગીના લઈ ડેલી બંધ કરીને ત્યાંથી જતો રહ્યો અને મૃતકની દીકરીને પણ ઘરની અંદર જ બંધ કરી દીધી. જો કે, મૃતકના પતિએ બપોરથી સાંજ સુધીમાં પત્નીને ત્રણેક વખત ફોન કર્યો પણ પત્નીના ફોન ના ઉપાડતા રાત્રે ઘરે પરત ફરી જોયુ ઘરમાં લાઈટ ચાલુ કરી તો પત્નીની લોહી લુહાણ હાલતમાં સેટી પર લાશ પડેલી જોવા મળી.

આ પછી ઘટનાની જાણ પોલિસને કરાતા પોલિસ આવી પહોંચી. જો કે, આ ઘટનામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે હેમાલી વરૂની હત્યા કેસમાં ફરિયાદી ખૂદ તેનો પતિ અલ્પેશ વરુ બન્યો અને પત્નીની હત્યા લૂંટના ઇરાદે કરી હોવાનું જણાવ્યું. જો કે, ક્રાઈમ બ્રાન્ચની ટીમને હત્યાની જાણ થતા અલ્પેશે પત્નીની હત્યા કરી હોય તેવું લાગી રહ્યું હતું. આ પછી અલ્પેશની આકરી પૂછપરછ કરી તો તેણે પત્નીની હત્યા કરી ના હોવા છતાં પણ ગુનો કબુલ્યો.

જો કે, પત્નીની હત્યાની સ્ટોરી અને પોલિસે જે પુરાવા એકત્રિત કર્યા હતા તે બંને મેચ ન થતા પોલીસને વધુ શક થયો અને આગાળની તપાસ શરૂ કરી. આ પછી ક્રાઈમ બ્રાન્ચની ટીમે સાચા આરોપીને વડોદરાથી તેની ગર્લફ્રેન્ડ સાથે ઝડપી પાડ્યો. આરોપી પાસેથી પોલિસે લૂંટમાં ગયેલ રોકડ રૂપિયા તેમજ સોના ચાંદીના દાગીના સહિત કુલ ₹2,17,700 નો મુદ્દામાલ કબજે કર્યો છે. એવું સામ આવ્યુ છે કે, આરોપીએ તેની માતાના મોબાઇલમાં ઇન્સ્ટા એકાઉન્ટ બનાવ્યો હતો અને તેમાં મૃતક હેમાલીનો મોબાઇલ ચેક કરતા એક શંકાસ્પદ નંબર મળી આવ્યો.

આ શંકાસ્પદ નંબર અન્ય કોઈનો નહીં, પણ મૃતકના ઘરની નજીક રહેતા તેની કૌટુંબિક કાકીનો હતો. પોલીસે મૃતકની કાકીનો મોબાઇલ ચેક કર્યો તો તેમાંથી કેટલીક સ્ફોટક વિગતો મળી આવી એટલે કે મોબાઈલમાં ઇન્સ્ટા એકાઉન્ટના માધ્યમથી પ્રેમ જેઠવાએ તેની પ્રેમિકાને બનાવના દિવસે કેટલાક મેસેજ કર્યા હતા. જે મેસેજમાં જપાજપી, બ્લડ, 307 સહિતના શબ્દોનો ઉલ્લેખ જોવા મળ્યો. આ પછી પોલીસે પ્રેમ જેઠવાનું લોકેશન ટ્રેસ કર્યુ અને તેને વડોદરાથી ઝડપી પાડ્યો.

Shah Jina