સુરતમાં આ શું ચાલી રહ્યું છે? હોટલના માલિકના લીધે રિસેપ્શનિસ્ટ યુવતીએ જીવન ટૂંકાવ્યું, એવું એવું ખરાબ કારનામા બહાર આવ્યા કે રૂંવાટી ઉભી થઇ જશે

સુરત ફરી થયું શર્મસાર, હોટેલ વાળાની પાપલીલા બહાર આવી…રિસેપ્શનિસ્ટ યુવતી સાથે ખુબ એકાંત માણી અને યુવતીએ કરી આત્મહત્યા

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાના કિસ્સામાં વધારો થઇ રહ્યો છે. આ ઉપરાંત યુવતિઓ અને મહિલાઓ સાથે અત્યાચાર અને દુષ્કર્મના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. ગુનાહિત પ્રવૃત્તિઓમાં હંમેશા સુરત મોખરે જણાય છે ત્યારે વધુ એક ગુનાહિત પ્રવૃત્તિ સુરતમાંથી સામે આવી છે, જેમાં બે દિવસ પહેલા વેસુ વિસ્તારમાં હોટલમાં નેપાળી યુવતિએ આપઘાત કર્યો હતો. આ મામલે પોલિસે તપાસ હાથ ધરી આરોપી કાસા બ્લેન્કા હોટલના માલિક સંજય કુંભાણીની ધરપકડ કરી છે. તેની ઉમરા પોલિસે દુષ્પ્રેરણાના ગુનામાં ધરપકડ કરી છે. જે યુવતિએ આપઘાત કર્યો તેણે મર્યા પહેલા અંતિમ નોટ પણ લખી હતી, જે આધારે પોલિસે કાર્યવાહી હાથ ધરી હતી.

યુવતિએ આ નોટમાં જાતિય શોષણથી લઇને ગર્ભપાત સુધીની કહાનીનો ઉલ્લેખ કર્યો છે. યુવતિએ પ્રેમસંબંધમાં દગો મળતા જીવનનું અંતિમ પગલુ એટલે કે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ પણ અંતિમ નોટમાં કર્યો છે. ઘટનાની વિગત જોઇએ તો, વેસુમાં ગ્રીન સિગ્નેચર પ્રાઇમ શોપર્સની કાસા બ્લેન્કા હોટલની રિસેપ્શનિસ્ટે હોટલના રૂમમાં ગળે ફાંસો ખાધો હતો. તેણે અંતિમ નોટમાં હોટલના માલિક સંજયના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે.

આ યુવતિ મૂળ નેપાળની હતી અને તે એકાદ મહિનાથી કાસા બ્લેન્કામાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. તેણે હોટલના બીજા માળે રૂમમાં ગળે ફાંસો ખાધો હતો. હાલ તો તેના ગર્ભ વિષયક તપાસ માટે સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે. આ હોટલ આરોપી સંજય કુંભાણી ભાડેથી ચલાવતો હતો. તે પરણિત હોવા છત્તાં મૃતક યુવતિ સાથે પ્રેમસંબંધમાં હતો. આ બંનેની મુલાકાત વેસુ વિસ્તારમાં થઇ હતી અને પછી બંનેએ એકબીજાનો મોબાઇલ નંબર લઇ વાત શરૂ કરી હતી.

જે બાદ તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. યુવતિએ હોટલના 215 નંબરના રૂમમાં ફાંસો ખાધો હતો. તેણે 21મી તારીખે એ જ રૂમમાં ફાંસો ખાધો જયાં સંજય તેની સાથે એકાંત માણવા આવતો. આપઘાતની જાણ થતા જ પોલિસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલિસને બેડ પર ઓશિકા નીચેથી ચિઠ્ઠી મળી આવી હતી, જે યુવતિએ આપઘાત પહેલા લખી હતી. આ નોટ મૃતક યુવતિએ હિન્દીમાં લખી હતી. આ નોટમાં તેણે લખ્યુ હતુ કે, મને માફ કરશો રોહિત ભાઇ. હું આવું કરવા માંગતી ન હતી પરંતુ હું અંદરથી તૂટી ચૂકી છુ. દિલની વાત કોને કહું. આ જે પણ થયુ છે તે સંજયને કારણે થયુ છે.

સંજયને કારણે હું આજે આવું કરવા જઇ રહી છું. સંજયે મારી સાથે જે પણ કર્યુ તે ખોટુ હતુ. તેને મને બહેલાવી, તમને ખબર છે તેણે મારી સાથે શું કર્યુ, આ બધુ વિચારવા પર હું જીવતી રહેવા માંગતી નથી. મારા ભાઇ જો તમે મને તમારી બહેન માનો તો પ્લીઝ મારી લાશને નેપાળ ન મોકલતા. અહીં જ બાળી દેજો.મારા ઘરવાળાને ખબર ન પડવા દેતા કે મારી સાથે શું થયુ છે. હવે હું દર્દ સહન નથી કરી શકતી. રોજ રોજ ઘૂંટાઇ ઘૂંટાઇને જીવવાથી સારુ છે કે એકવારમાં જ મરી જઉં. મને આ જ બરાબર લાગ્યુ એટલે મેં આ પગલુ ભર્યુ.

પ્રતિકાત્મક તસવીર

હું જીવવા માંગતી હતી. પરંતુ સંજયે મને મારી. તેને જે બોલવુ હતુ કે બોલ્યો. આ બધુ મારા મગજમાંથી જતુ નથી. આજે જે પણ થઇ રહ્યુ છે તે બધુ સંજયને કારણે થઇ રહ્યુ છે. મૃતક યુવતિએ આગળ કહ્યુ- આખરે કેમ મારી સાથે આવું કર્યુ, મારી શું ભૂલ હતી, મેં તમારી પાસે કયારેય પણ પ્રેમથી વધારે કશું નથી માંગ્યુ. તમે હંમેશા મને બહેલાવી અને ગાળો પણ આપી. તમને કહ્યુ હતુ કે હવે મને બહેલાવતા નહિ, તમે મારી માતાને પણ ગાળો આપી. તમે ના સુધર્યા. આ બધુ દર્દ લઇને હું જીવી નથી શકતી. મારા મરવાનું કારણ તમે છો.

બસ તમે જ… યાદ રાખજો, હું તો મરી જઇશ પરંતુ તમે જીવિત હોવા છત્તાં પણ મરવા બરાબર હશો. જેવી રીતે હું તડપી એવી રીતે તમે પણ તડપશો, રોજ મારા માટે.તમે મારા સાથે ઘણુ ખોટુ કર્યુ. આજથી 6 મહિના પહેલા જયારે હું માતા બનવાની હતી ત્યારે તમે તમારા બાળકને બીજાના નામથી જોડ્યુ. મારુ બાળક નથી એમ કહ્યુ, મજબૂરીમાં મારે ગર્ભપાત કરાવવો પડ્યો. જયારે હું માં બનવાની હતી તો મને મારી, મારી માને ગાળો આપી.

આ બધુ દર્દ લઇને હું કેવી રીતે જીવી શકુ. આજે હું જે પણ કરવા જઇ રહી છુ તે સંજય તમારા કારણે જ કરવા જઇ રહી છું. ભલે પોલિસ તમને માફ કરી દે પરંતુ હું તમને કયારેય માફ નહિ કરું. તમે કીધુ હતુ ને કે હું કંઇ નહિ કરી શકું, હું પૈસા આપી છૂટી જઇશ, તો પોલિસથી તો બચી જશો પરંતુ ઉપરવાળાથી કેવી રીતે બચશો. મર્યા બાદ પણ હું તમારા પાછળ આવીશ. પોલિસને આ નોટ મળ્યા બાદ ઉમરા પોલીસે આ સ્યૂસાઇડ નોટ કબજે લઇ તેના આધારે સંજય કુંવરભાઇ કુંભાણી સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Shah Jina