ખબર

પ્લેન ક્રેશમાં મૃત્યુ પામનાર એર હોસ્ટેસનો બોલિવુડ ગીત પર રીલ વાયરલ

નેપાળમાં થયેલ પ્લેન ક્રેશ દુર્ઘટનાએ લોકોને ઝકઝોર કરીને રાખી દીધી છે. લેન્ડિંગ પહેલા દુર્ઘાટનાગ્રસ્ત વિમાનમાં 68 યાત્રિઓ સહિત કુલ 72 લોકો સવાર હતા. આ વિમાન અકસ્માતમાં એર હોસ્ટેસ ઓસિન અલીનું પણ મોત થઇ ગયુ. તેની મોત બાદ તેનો ટિકટોક પર બનાવેલો એક જૂનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો પ્લેન ક્રેસની થોડી મિનિટો પહેલાનો નહીં પણ 11 સપ્ટેમ્બર 2022નો છે.તેણે આ વીડિયો પ્લેનની અંદર બનાવ્યો હતો. પ્લેનની અંદર હસતા હસતા વીડિયો બનાવનાર ઓસિન અલીએ વિચાર્યુ પણ નહિ હોય કે તેને પ્લેન ક્રેશનમાં આ દુનિયાને અલવિદા કહેવું પડશે.

વીડિયોમાં ઓસિન એકલી જ પ્લેનની અંદર જોવા મળી રહી છે. યતિ એરલાઇન્સના એટીઆર 72 વિમાને કાઠમાંડુથી પોખરા માટે ઉડાન ભરી હતી. જેમાં 68 યાત્રીઓ અને ચાલક દળના ચાર સભ્ય સવાર હતા. વિમાન પોખરા પાસે પહોંચ્યુ જ હતુ કે સવારે 11.10 વાગ્યે લેન્ડ કરવાથી લગભગ 10 સેકન્ડ પહેલા ક્રેશ થઇ ગયુ. નેપાળી મીડિયા અનુસાર, અકસ્માત પોખરાના જૂના ડોમેસ્ટિક એરપોર્ટ અને પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે થયો. આ અકસ્મામાં નેપાળની મશહૂર લોકગાયિકા નારી છાંટ્યાલે પણ જીવ ગુમાવ્યો છે.

જણાવી દઇએ કે,આ અકસ્માત બાદ નેપાળ સરકારે કેબિનેટ બેઠક બોલાવી હતી અને તે બાદ એક દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા કરી હતી. આ સાથે જ સરકારે અકસ્માતની તપાસ માટે પાંચ સભ્યોની કમિટી પણ બનાવી છે. પોતે પ્રધાનમંત્રીએ પણ બચાવ અભિયાનની નિગરાની માટે પોખરા જવાની ઘોષણા કરી હતી, પણ સુરક્ષાના કારણે હેલિકોપ્ટરને ખરાબ મોસમને લીધે રસ્તામાંથી જ પરત ફરવું પડ્યુ હતુ.

આ અકસ્માતના સંદર્ભે નેપાળ એરપોર્ટ ઓથોરિટીનું કહેવુ છે કે વિમાન અકસ્માત મોસમના કારણે નહિ પણ તકનીકી ખરાબીને કારણે થયો છે. એરપોર્ટ ઓથોરિટી તરફથી એ પણ કહેવામાં આવ્યુ છે કે વિમાનના પાયલટે લેન્ડિંગ માટે એટીસી પાસે અનુમતિ લીધી હતી. લેન્ડિંગ માટે પણ ઓકે કહેવામાં આવ્યુ હતુ. સિવિલ એવિેશન ઓથોરિટીએ કહ્યુ કે લેન્ડિગની ઠીક પહેલા વિમાનમાં આગની લપટો જોવા મળી. આ માટે એ ન કહી શકાય કે આ અકસ્માત ખરાબ મોસમને કારણે થયો હતો.