કોરોનાની ચમત્કારી દવા લેવા માટે લોકોની જામી ભારે ભીડ, નિયમોના ઉડ્યા ધજાગરા, હવે આઈસીએમઆર કરશે દવાનું પરીક્ષણ

હાલ આખો દેશ કોરોના સામેની લડાઈ લડી રહ્યો છે. દેશમાં વેક્સિન આવી ગઈ હોવા છતાં પણ હજુ રોજના લાખો લોકો સંક્રમિત થઇ રહ્યા છે. ત્યારે આંધ્ર પ્રદેશના એસપીએસ નેલ્લોર જિલ્લામાં કોરોનાની ચમત્કારિક દવાના રૂપમાં વિતરણ કરવામાં આવી રહેલી આયુર્વેદિક દવા લેવા માટે લોકોની પડાપડી થઇ ગઈ હતી.

આ દવાને હવે ભારતીય આયુર્વેદિક અનુસંધાન પરિષદ (આઈસીએમઆર)માં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શુક્રવારના રોજ પણ આ દવા લેવા માટે કૃષ્ણાપટ્ટનમ ગામની અંદર કોરોના પ્રોટોકોલનું ઉલ્લઘન કરીને 10 હજાર લોકોની ભીડ એકત્ર થઇ ગઈ હતી. જેમાં ભાગદોડ જેવી સ્થિતિ પણ બની ગઈ હતી.

કૃષ્ણાપટ્ટનમ દવાના રૂપમાં લોકપ્રિય થઇ ચુકેલી આ દવાને ફોર્મ્યુલેશનના ઓન ધ સ્પોટ અધ્યયન માટે પ્રદેશ સરકારના વિશેષજ્ઞોની એક ટીમ પણ નેલ્લોર મોકલવાનો નિર્ણય કર્યો છે. કૃષ્ણાપટ્ટનમ જિલ્લામાં આ દવા આયુર્વેદિક ચિકિત્સક બી.આનંદૈયા વિતરણ કરી રહ્યા છે જે પહેલા ગામના સરપંચ અને બાદમાં મંડલ પરિષદના સદસ્ય પણ રહી ચુક્યા છે. તેમને 21 એપ્રિલના રોજ આ દવાનું વિતરણ શરૂ કર્યું હતું.

ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ પણ એસપીએસ નેલ્લોર જિલ્લામાંથી આવે છે. તેમને કેન્દ્રીય આયુષ મંત્રી કિરન રીજ્જુ અને આઈસીએમઆરના નિર્દેશક બલરામ ભાર્ગવને આ દવાનું અધ્યયન કરવા અને જલ્દી રિપોર્ટ આપવા માટે પણ જણાવ્યું છે.

Niraj Patel