ખબર

સુરત : ધોરણ 12ની વિદ્યાર્થિની ઘરેથી નીકળી સ્કૂલે જવા પણ પડોશી યુવક સાથે પહોંચી ગઇ હોટલમાં….પછી થયુ એવું કે માતાના પગ નીચેથી સરકી ગઇ જમીન

સુરતમાં પાડોશી યુવક ધોરણ 12માં ભણતી વિદ્યાર્થિનીને સ્કૂલેથી હોટલમાં લઈ ગયો, સ્કૂલમાંથી માં-બાપને એક ફોન આવ્યો અને…

ગુજરાતમાંથી અવાર નવાર દુષ્કર્મની ઘટના સામે આવતી રહે છે. ઘણી સગીરાઓને યુવકો દ્વારા હવસનો શિકાર બનાવતા હોય છે. હાલમાં જ સુરતમાંથી દુષ્કર્મનો એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના કતારગામ દરવાજા વિસ્તારમાં રહેતી ધોરણ 12ની વિદ્યાર્થિનીને પાડોશી યુવકે સ્કૂલ ગેટ પાસેથી મોપેડ પર બેસાડી હતી અને પછી તેને પાલ સ્થિત કાસામરીના હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતુ. આ મામલે ફરિયાદ નોંધાવતા મહિધરપુરા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.ઘટનાની વિગત તપાસીએ તો, સુરતના કતારગામ દરવાજા વિસ્તારમાં રહેતી ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને પાડોશી યુવકે જ હવસનો શિકાર બનાવી હતી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

વિદ્યાર્થિની સ્કૂલે ગઈ ત્યારે પાડોશમાં રહેતો યુવક ત્યાં પહોંચ્યો અને પછી તેને વાત કરવાનું કહી સ્કૂલથી આગળ બોલાવી અને તેને ફોસલાવી ટુ વ્હીલર પર બેસાડી એક હોટલમાં લઈ ગયો. હોટલમાં વિદ્યાર્થીની સાથે પાડોશી યુવકે કુકર્મ આચર્યું હતું. યુવકે તેને આખો દિવસ અલગ અલગ વિસ્તારમાં ફેરવી અને પછી સ્કૂલે જતી બસમાં બેસાડી દીધી. જો કે, એક ફોન આવતા આખી વાત સામે આવી ગઇ હતી. આ મામલે મહિધરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 16 વર્ષિય સગીરા સાથે તેની 9 વર્ષની નાની બહેન પણ અભ્યાસ કરે છે.

રોજની જેમ સગીરા બહેન સાથે નજીકમાં આવેલી સ્કૂલે જવા માટે નીકળી હતી. પણ તે સ્કૂલમાં પહોંચી નહોતી એટલે સ્કૂલના ક્લાસ ટિચરે બપોરે વિદ્યાર્થિનીની માતાને ફોન કરી જાણ કરી. ટિચરની વાત સાંભળી વિદ્યાર્થિનીના માતા-પિતા તેને શોધતા રહ્યા અને સ્કૂલે પહોંચ્યા જે બાદ શિક્ષક અને પ્રિન્સિપાલે વિદ્યાર્થિની સ્કૂલમાં આવી નથી એવું જણાવ્યું. ત્યારે સાંજના છ વાગ્યા આસપાસ વિદ્યાર્થિની તેની નાની બહેનને લઈને ઘરે પહોંચી ત્યારે માતા-પિતાએ તેની પૂછપરછ કરી તો તેણે હકિકત જણાવી.

સગીરાએ જે હકિકત કહી તે સાંભળીને તો માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આરોપી ઘરની પાસે આવેલી સોસાયટીમાં રહેતો સ્મિત ઉર્ફે બિટ્ટુ ઠક્કર નામનો યુવક છે. તેણે સગીરાને ઈશારો કર્યો હતો અને સ્કૂલથી આગળ મળવા માટે બોલાવી હતી. જે બાદ તેને ફોસલાવી ટુ વ્હીલર પર બેસાડીને લઈ ગયો અને પછી બાગબાન સર્કલ પાસે એક બિલ્ડીંગમાં આવેલી હોટલમાં લઈ ગયો, જ્યાં તેની સાથે બળજબરી કરી બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જે બાદ ગણતરીના જ કલાકોમાં જ પોલિસે આરોપી સ્મિત જે 21 વર્ષનો છે તેને ઝડપી પાડ્યો હતો.