ખબર

ગુજરાતમાં દોઢ મહિના બાદ અમદાવાદ માટે આવ્યા સારા સમાચાર, કેસનો ગ્રોથ રેટ….જાણો વિગત

આખા દેશમાં કોરોનાનો ખતરો છે, ત્યારે ભારતમાં ગુજરાતનું અમદાવાદ બીજા નંબર ઉપર છે. આમદાવાદમાં દિવસેને દિવસે કરોના સંક્રમિત લોકોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદના હરિપુરા વિસ્તારમાંથી એક સમાચારે તંત્રને દોડતું કરી દીધું છે અને લોકોમાં પણ હાહાકાર મચી ગયો છે.

Image Source

વિજય નહેરાએ સારા સમાચાર આપતા કહ્યું હતું કે, આજે દોઢ મહિનામાં પહેલી વાર એવું બન્યું કે કોરોનાની એક્ટિવ કેસોની ગ્રોથ રેટ એ 5 ટકા કરતાં પણ વધારે ઓછી થઈ ગઈ છે. હાલમાં અમદાવાદમાં કુલ 3101 એક્ટિવ કેસ છે. વિજય નેહરાએ કહ્યું હતું કે આ વધતા કેસ અને એક્ટિવ કેસ એ આપણા બધા માટે ચિંતાજનક છે.

Image source

કેસનો ગ્રોથ રેટ જે પહેલા 30 ટકાથી પણ વધારે હતું એ આજે ઘટીને 5 ટકા થઈ ગયું છે. પહેલા 25 ટકા, 20 ટકા એમ કરીને 8 ટકા થયું અને આજે તો રેકોર્ડ તોડીને 5 ટકાએ પહોંચી ગયું. તેમજ વિજય નહેરાએ એમ પણ કહ્યું હતું કે આ મે મહિનાના અંત સુધીમા આપણે આ રેટને ઝીરો કરી દઈશું.

વિજય નેહરાએ જણાવ્યું કે, વહેમ કે આશંકા માટે ટેસ્ટિંગ કરવાની જોગવાઈ નથી. ફક્ત જે લોકો સંપર્કમાં આવ્યા છે અને તેનામાં લક્ષણ જોવા મળે તો જ ટેસ્ટિંગ કરવામાં આવશે. સંપર્કમાં આવેલા વ્યક્તિએ 7 દિવસ હોમ ક્વોરન્ટીન થવાનું છે. ત્યાર બાદ તેનામાં જો કોઈ લક્ષણો જોવા મળે તો ટેસ્ટિંગ કરવામાં આવશે.

Image source

હરિપુરામાં શાકભાજી વેંચતા 21 ફેરિયાઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. આ મામલાની ગંભીરતા જોતા જ તંત્રના ઉચ્ચ અધિકારીઓ પોલીસ કાફલા સાથે હરિપુરા પહોંચ્યા હતા, ત્યાંથી પોલીસ કાફલા સાથે તમામને ક્વોરેન્ટાઇ કરીને બસો મારફતે તેમના પરિવારોને લઇ જવા તજવીજ હાથ ધરી છે.

આ ઘટના બાદ તંત્રએ સમગ્ર વિસ્તારમાં સેન્ટઆઈઝ કરીને સંપૂર્ણ વિસ્તારને બ્લોક કર્યો છે. તેમજ રસ્તા ઉપર બેરિકેડ મૂકીન બહારની અવર જ્વર ઉપર પણ રોક લગાવી છે. સમગ્ર અમદાવાદ અત્યારે હોટસ્પોટ બની ગયું છે, રોજના 200થી પણ વધારે કેસો નોંધાય છે ત્યારે તંત્ર માટે આ મોટી મુશ્કેલી પણ બની ગઈ છે.

Image Source

જણાવી દઈએ કે, શહેરમાંથી કુલ 691 લોકોને રજા આપી ઘરે મોકલી દીધા છે. અત્યારે 3101 કેસ જે એક્ટિવ છે એ જુદી જુદી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.