ખબર મનોરંજન

સાસરિયામાં નેહા કક્કરનું થયું જોરદાર સ્વાગત, દુલ્હનિયા સાથે ઢોલ પર નાચ્યો રોહનપ્રિત

તમે જિંદગીમાં ક્યારેય નહિ જોયું હોય એવું સ્વાગત થયું નેહાનું સ્વાગત સસુરાલમાં….જુઓ વિડીયો

બૉલીવુડ સિંગર નેહા કક્કર અને પંજાબી સિંગર રોહનપ્રિતના લગ્ન 24 ઓક્ટોબરે દિલ્લીમાં થયા હતા. નેહા-રોહનપ્રિતના લગ્ન બાદની રસમોના વિડીયો સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે. લગ્ન કરી વિદાઈ થયા બાદ નેહા કક્કર હવે સાસરિયામાં પહોંચી ગઈ છે. અહીં તેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Nehupreet♥️ (@nehupreet009) on

સાસરિયામાં પહોંચ્યા બાદ નેહા કક્કરનું ઢોલ વગાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તો પણ ઢોલના તાલે રમતી નજરે આવી હતી. આ સાથે જ બંને પરિવારની વચ્ચે વેલકમ કેક પણ કટ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by TeamNehaKakkar (@official.teamnehakakkar) on

સોશિયલ મીડિયામાં વધુ એક વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે. જેમાં નેહા-રોહનપ્રિત કેક કાપી રહ્યા છે. કેક કાપતા સમયે નેહાના ભાઈ ટોની કક્કરનું નવું ગીત ‘આજા મેરી લૈલા’ વાગતું હતું. નેહા અને રોહનપ્રિતના ઘરવાળા વચ્ચે વીંટી ગોતવાની પણ રસમ કરવામાં આવી હતી. તો એક તરફ ઘરવાળા નેહાને સપોર્ટ કરતા નજરે ચડે છે તો રોહન વીંટી ગોતી લે છે.

 

View this post on Instagram

 

A post shared by NeheartAkshay (@neheart_akshay) on

જણાવી દઈએ કે, નેહા અને રોહનપ્રીતએ અંગત રીતે લગ્ન કર્યા હતા. સમારોહમાં બંને પરિવારના સભ્યો અને નજીકના દોસ્ત શામેલ થયા હતા. નેહા કક્કરે રોહનપ્રિત સાથેની રિલેશનશિપની જાણકારી 9 ઓક્ટોબરે ઇન્સ્ટાગ્રામ પર આપી હતી. આ બાદ લગ્નની ચર્ચા થવા લાગી હતી. નેહાએ પણ તેના લગ્નની અમુક તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Cuteness Celebrity (@cuteness_celebrity) on

નેહા અને રોહનપ્રિતના લગ્નનું ફંક્શન 2 દિવસ પહેલા જ શરૂ થયું હતું. હલ્દીથી લઈને મહેંદી અને સગાઈને યાદગાર બનાવવા માટે નેહા અને રોહનપ્રિતએ કોઈ કસર છોડી ના હતી.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@its_nehakakkar) on

નેહા કક્કર અને રોહનપ્રિત સિંહે તેના લગ્નમાં ફાલ્ગુની શાને પીકોક ઇન્ડિયા ડિઝાઈનરના ડ્રેસમાં નજરે આવ્યા હતા. નેહા કક્કરએ લાલ કલરના ચણિયાચોલી પર પસંદગી ઉતારી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nehakakkar ♥️ (@neheart_akshaysharma) on

નેહા કક્કરનાં ચણિયાચોલી પર સિલ્વર એમ્બ્રોડરી છે. આ સાથે જ નેહા કક્કરે હેવી નેકલેસ, ઝુમકા અને મોટી નથણી અને બંગડી સાથે ક્લીરે પહેરીને તેના દુલ્હન લુકને પૂરો કર્યો હતો.