મનોરંજન

નેહા કક્ક્ડ પહેલા કેવી હતી અને લગ્ન પછી કેવી થઇ ગઈ, 7 તસ્વીરો જોઈને દંગ રહી જશો

ફેન્સ બોલ્યા કે આ તો ગરીબ જેવી દેખાય છે, અરરરર…..હે ભગવાન

બોલીવુડની લોકપ્રિય સિંગર નેહા કક્કડે 24-ઓક્ટોબરના રોજ રોહનપ્રિત સાથે લગ્ન કર્યા છે. હાલના દિવસોમાં નેહા પતિ સાથે દુબઈમાં હનીમૂનની મજા માણી રહી છે અને પતિ સાથેની રોમેન્ટિક તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે.

Image Source

એવામાં એકવાર ફરીથી નેહાએ પોતાની સુંદર તસ્વીર શેર કરી છે. તસ્વીરમાં તે આરામ કરવાના મૂડમાં દેખાઈ રહી છે અને ‘શોના શોના’ની રાહ જોઈ રહી છે. જણાવી દઈએ કે શોના શોના નેહાનું આવનારું વિડીયો સોન્ગ છે.

Image Source

તસ્વીરમાં નેહા બેડ પર સુતેલી છે અને બ્લેક ટોપ અને વ્હાઇટ સ્કર્ટ પહેરી રાખ્યું છે. તસ્વીર શેર કરીને નેહાએ લખ્યું હતું કે,”શોના શોના ગીતની આતુરતાથી રાહ જોઈ રહી છું.” જેના પર પતિ રોહનપ્રીતે પ્રતિક્રિયા આપતા લખ્યું કે,”બ્યુટીફૂલ બચ્ચું” અને સાથે જ હાર્ટ વાળું ઈમોજી પણ પોસ્ટ કર્યુ હતું. જણાવી દઈએ કે શોના શોના વિડીયો સોન્ગ 25 નવેમ્બર એટલે કે આજે રિલીઝ થવાનું છે.આ સોન્ગમાં અભિનેતા સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલ જોવા મળશે. આ ગીત નેહા અને તેના ભાઈ ટોની કક્ક્ડ દ્વારા બનાવવામાં આવ્યું છે અને પુરી શૂટિંગ ચંદીગઢમાં કરવામાં આવેલી છે.

નેહાએ આગળના દિવસે સિદ્ધાર્થ અને શહેનાઝનો બૂમરેંગ વિડીયો પણ શેર કર્યો હતો જેમાં બંન્ને મસ્તી કરતા દેખાઈ રહ્યા છે અને વીડિયોની સાથે નેહાએ કૈપ્શનમા લખ્યું હતું કે,”શોના શોના કાલે 11 વાગે”. આ વીડિયોમાં શહેનાઝ અને સિદ્ધાર્થ ખુબ જ સુંદર લાગી રહ્યા છે.

બોલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કર હંમેશા ચર્ચાઓમાં રહે છે. તેના ગીતો માટે જ નહિ પણ તે તેના ફોટોઝ અને વીડિયોઝ માટે પણ ચર્ચાઓમાં રહે છે. તાજેતરમાં તેનું નવું ગીત રિલીઝ થયું હતું. આ ગીત નેહા કક્કરે તેના ભાઈ ટોની કક્કર સાથે ગાયું હતું. ‘ભીગી-ભીગી’ ગીત રિલીઝ થતાની સાથે જ ધમાલ મચાવી દીધી છે.

આ સિવાય નેહા કક્કરને પણ ઘણી ટીકાઓનો સામનો કરવો પડે છે. પરંતુ જો નેહાની માનીએ તો તેને આ ટીકાઓથી કોઈ ખાસ ફરક નથી પડતો. નેહા કક્કડે તાજેતરમાં જ કહ્યું હતું કે એક વ્યક્તિ તરીકે જયારે લોકો એના વિશે એવી વાતો કરે છે અને એનું મજાક ઊંડાવે છે તો એને પણ ઘણું ખરાબ લાગે છે, પણ થોડી જ વારમાં એ આ બધું જ ભુલાવીને પાછળ છોડી દે છે.

નેહાના કહેવા પ્રમાણે, ‘જે લોકો મારા વિશે ખરાબ લખે છે, તે એ લોકો છે જેને મારાથી ઈર્ષ્યા થાય છે. તેમને લાગે છે કે નેહા કેવી રીતે નંબર વન બની ગઈ. તે નંબર વન પર કેમ છે? જે લોકો નંબર વન હોય છે એના વિશે જ લોકો આ પ્રકારની વાતો કરે છે.’ તેનું માનવું છે કે એ નફરત કરવાવાળાઓથી નથી ડરતી, કારણ કે એની સંખ્યા ખૂબ જ ઓછી છે, જયારે પ્રેમ કરનારા લોકો વધુ છે.

નેહા કક્કરે અગાઉ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું: ‘મેં ચાર વર્ષની ઉંમરે જ ગાવાનું શરૂ કરી દીધું હતું અને 16 વર્ષની ઉંમર સુધી માત્ર ભજન સંધ્યા જ કરી રહી હતી. જો તમે મારા જાગરણનો ફૂટેજ જોશો તો એમાં પણ હું પાર્ટીની જેમ જ દેખાઈ રહી હોઈશ. હું નાના છોકરાઓની જેમ નાચતી અને ભજન ગાતી હતી, અને લોકો ગાંડા થઈ જતા હતા. હું ત્યારથી જ પાર્ટી કરું છું.’

નેહાનો જન્મ 6 જૂન 1988ના રોજ ઋષિકેશમાં થયો હતો અને પછીથી તેમનો પરિવાર દિલ્હી શિફ્ટ થઇ ગયો હતો. નેહાની મોટી બહેન સોનુ કક્કર અને ભાઈ ટોની કક્કર પણ સિંગર છે. નેહાએ 4 વર્ષની ઉંમરથી જ ગાવાનું શરુ કરી દીધું હતું, શરૂઆતમાં એ માતાજીના જાગરણમાં પોતાની બહેન સાથે ભજનો ગાતી હતી.