ડાકલાના તાલ ઉપર એવી ઝૂમી આ અભિનેત્રી કે વીડિયો જોઈને તમે પણ શાન-ભાન ભૂલી જશો, જુઓ ભક્તિના તાલે ઝુમાવી દેનારો વીડિયો

નવરાત્રીના દિવસો જોત જોતામાં જ પુરા થઇ જવા આવ્યા, ઘણા લોકોના મનમાં તો એવી પણ ઈચ્છા થતી હશે કે આ નવરાત્રી નવ દિવસની બદલે એક મહિના સુધી ચાલે તો કેવું સારું ? પરંતુ નવરાત્રી તો નવ દિવસની જ હોય અને આ સમયમાં ગરબા રસિકો ભારે ઉત્સાહમાં પણ જોવા મળતા હોય છે.

આ વર્ષની નવરાત્રી ખુબ અલગ રીતે ઉજવવામાં આવી, આ વર્ષે મોટા પાર્ટી પ્લોટ અને હોલના બદલે શેરી ગરબાનો રંગ જોવા મળ્યો. કારણ કે કોરોનાના કારણે પાર્ટી પ્લોટમાં ગરબાને મંજૂરી નહોતી મળી શકી. ત્યારે ગરબા રસિકોએ પોતાના ગરબા રમતા ઘણા વીડિયોને પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા. જે ખુબ જ વાયરલ પણ થતા જોવા મળ્યા હતા.

હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે જેમાં એક અભિનેત્રી ડાકલાના તાલ ઉપર ઝૂમી રહી છે, જેના વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. વીડિયોની અંદર જોવા મળી રહેલી યુવતી મોડલ અને અભિનેત્રી નેહા સુથાર છે. જે ગુજરાતના ભાવનગરની વતની છે.


નેહા સુથાર સોશિયલ મીડિયામાં પણ પોતાના વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે, જેને તેના ફોલોઅર્સ પણ ખુબ જ પસંદ કરે છે. નેહા સોશિયલ મીડિયામાં સારું એવું ફેન ફોલોઇંગ ધરાવે છે, આ સાથે જ નેહા કેટલાક આલબમ ગીતોમાં પણ જોવા મળી રહી છે. તેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે.


નવરાત્રીના સમયમાં ઘણા ગરબા રસિકોએ પોતાના વીડિયો બનાવ્યા અને તેને સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર પોસ્ટ કરવામાં આવ્યા હતા. ઇન્સ્ટગ્રામ ઉપર ઘણી રીલ પણ બનાવવામાં આવી અને તે પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી. ત્યારે નેહા સુથારના આ વીડિયોએ પણ ઇન્ટરનેટ  ઉપર ધૂમ મચાવી દીધી હતી.

Niraj Patel