ઇમરાન હાશ્મીની અભિનેત્રીનો જીમ લુક થયો વાયરલ, બ્લેક ટૂ પીસમાં જોવા મળી બોલ્ડ, તસવીરો થઇ વાયરલ

જીમમાં પરસેવો પાડી રહી છે નેહા શર્મા, PHOTOS જોતા જ ગરમી ચડી જશે

બોલિવુડ અભિનેત્રી નેહા શર્માની ખૂબસુરત તસવીરો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. ફિલ્મોથી લઇને આલબમ ગીતમાં નજર આવી ચૂકેલી નેહા સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરી છે. એવામાં તેનો નવો લુક ચાહકોને ઘણો જ પસંદ આવી રહ્યો છે. અભિનેત્રી નેહા શર્માને આજે કોઇ ઓળખની જરૂર નથી. નેહાની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ ઘણી સારી છે. તેને ઇન્સ્ટાગ્રામ પર 12.3 મિલિયન લોકો ફોલો કરે છે.

હાલમાં જ નેહાને પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેની બોલ્ડ તસવીરો કેમેરામાં કેદ થઇ હતી. નેહાનો આ જીમ લુક સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ લુકને ચાહકો પણ ઘણો પસંદ કરી રહ્યા છે. નેહા બ્લેક ટૂ પીસ સેપરેટ્સમાં જોવા મળી રહી છે. તેણે વાળને પોની ટેલમાં બાંધેલા છે. આ દરમિયાન તેણે સ્નીકર્સ કેરી કર્યા હતા.

નેહાએ પેપરાજીને ઘણા પોઝ આપ્યા હતા અને આ દરમિયાન તે ઘણી ખૂબસુરત પણ લાગી રહી હતી. તમને જણાવી દઇએ કે, નેહા બિહારના ભાગલપુરથી માયાનગરીમાં આવી અને પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ રહી. નેહા બિહારના જાણીતા પરિવારમાંથી આવે છે.

બોલિવૂડ અભિનેત્રી નેહા શર્મા બિહારના કોંગ્રેસ નેતા અજિત શર્માની દીકરી છે. અજીત શર્મા કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભા પહોંચ્યા હતા. નેહા તેના પિતા સાથે ચૂંટણી પ્રચાર અને રેલીઓ દરમ્યાન પણ જોવા મળી હતી. નેહાએ તેના પિતા સાથે ઘણા ચૂંટણી પ્રવાસ પણ કર્યા હતા.

વર્ષ 2007માં નેહાએ તેલુગુ ફિલ્મ ‘ચિરુથા’થી પોતાના અભિનયના કારકિર્દીની શરૂઆત કરી હતી. નેહાએ ફિલ્મ ‘ક્રૂક’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તે ઇમરાન હાશ્મીની સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં નેહાને ખૂબ પસંદ કરવામાં આવી હતી અને તે એકદમ જ ચર્ચામાં આવી ગઈ હતી.

Image source

ગયા વર્ષે નેહા શર્મા ‘બિગબોસ 13’ વિજેતા સિદ્ધાર્થ શુક્લા સાથે જોવા મળી હતી. બંનેએ સાથે મળીને એક મ્યુઝિક વીડિયો કર્યો હતો. લોકોને બંનેની કેમિસ્ટ્રી ખુબ પસંદ આવી હતી. તેમનું ગીત ખુબ જ હિટ થયું હતું. નેહા અજય દેવગન સ્ટાટર બ્લોકબસ્ટર ફિલ્મ ‘તન્હા જી: ધ અનસંગ વોરિયર’માં પણ જોવા મળી હતી.

Image source

ફિલ્મમાં નેહા કમલા દેવીના રોલમાં જોવા મળી હતી. નેહાનો રોલ એકદમ નાનો હતો, પરંતુ તે આ નાના રોલમાં પણ ફેમસ થઇ ગઈ હતી. લોકોએ તેની સુંદરતાના ખૂબ વખાણ કર્યા. નેહા શર્મા ફિલ્મની સાથે સાથે કથક ડાન્સર પણ છે.

એટલું જ નહીં નેહાએ લંડનના પાઈનએપલ ડાન્સ સ્ટુડિયોમાંથી ઘણાં વિવિધ ડાન્સ સ્વરૂપોની તાલીમ પણ લીધી છે. હાલમાં તેને ફિલ્મોમાં તેની અદભૂત ડાન્સ મૂવ દેખાડવાની તક મળી નથી. નેહા શર્મા ખૂબ જ સુંદર છે તે પોતાની તસવીરોથી લોકોને દીવાના બનાવી દેતી હોય છે.

Shah Jina