ખબર મનોરંજન

રોહનપ્રીત સાથે થયા નેહા કક્કરના રોકા, સેરેમનીમાં ઢોલ પર ડાન્સ કરતી આવી નજરે

આજકાલ નેહા કક્કર અને રોહનપ્રીત ના લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે. બંનેના લગ્નનું કાર્ડ પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે. નેહા કક્કરે થોડા દિવસ પહેલા તેના રોહનપ્રીત સિંહ સાથેના સંબંધને ઓફિશિયલ કરીને ફેન્સને હેરાન કરી દીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

આ વચ્ચે નેહાએ તેનો અને રોહનપ્રીતનો રોકા સેરેમનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં નેહા અને રોહનપ્રીત ઢોલ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ પછી બંનેએ એકબીજાને ગળે લગાવ્યા છે. આ વીડિયોને શેર કરતાં નેહાએ લખ્યું કે, ‘નેહુ દા વ્યાહ વીડિયો આવતીકાલે રિલીઝ થશે. ત્યાં સુધી મારા ફેન્સ માટે એક નાનકડી ભેટ. આ અમારા રોકા સેરેમનીની વિડિયો ક્લિપ છે. હું રોહનપ્રીત સિંહ અને તેના પરિવારને પ્રેમ કરું છું.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

હાલમાં જ સોશિયલ મીડિયામાં નેહાના એક ફેન ક્લ્બ દ્વારા બંનેના લગ્નનું કાર્ડ શેર કર્યું હતું. આ તસ્વીરમાં નેહા અને રોહનપ્રીત ના લગ્નની ડેટ અને સ્થળ લખ્યું છે. આ કાર્ડ મુજબ બન્નેના 26 ઓક્ટોબરે પંજાબમાં લગ્ન કરશે. જણાવી દઈએ કે, રોહનપ્રીત સિંહ ઉંમરમાં નેહાથી 6 વર્ષ નાનો છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

રોહનપ્રીત સિંહ પણ એક સિંગર છે. તેણે 2007 માં લોકપ્રિય રિયાલિટી શો ‘સા રે ગા મા પા લિલ ચેમ્પ્સ’થી કરિયરની શરૂઆત કરી હતી. આ પછી રોહનપ્રીત સિંહ વર્ષ 2018માં રાઇઝિંગ સ્ટાર 2 માં દેખાયો હતો. આ શોમાં તે પહેલો રનર અપ હતો. આ બંને શોમાંથી જ રોહનપ્રીત સિંહને પ્રસિદ્ધિ મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on