મનોરંજન

નેહા કક્કર અને રોહનપ્રિતના લગ્નને થયો એક મહિનો પૂરો, પતિએ આપી આ મોટી સરપ્રાઈઝ, જુઓ વિડીયો

વાહ પતિ હોય તો આવો, કેવી કેવી ગિફ્ટ આપતી વખતે એકબીજાની બાહોમાં ચોંટી પડ્યા- જુઓ વિડીયો

બોલીવુડની જાણીતી સિંગર નેહા કક્કર અને રોહનપ્રિત સિંહના લગ્નને 1 મહિનો પૂરો થઇ ચુક્યો છે. નેહા અને રોહનપ્રિતએ 24 ઓક્ટોબરના રોજ લગ્નગ્રંથિથી જોડાયા હતા. નેહા અને રોહનપ્રિતના લગ્નને એક મહિનો પૂરો થઇ ગયો છે. આ ખાસ દિવસને બંનેએ બહુ જ ખુબસુરત રીતે સેલિબ્રેટ કર્યો હતો. લગ્નના એક મહિનો પૂરો થવા પર રોહનપ્રિત સિંહે નેહાને બેહદ શાનદાર સરપ્રાઈઝ આપી હતી. જેનો વિડીયો હાલ ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે.

નેહા અને રોહનપ્રિત હાલ દુબઈમાં છે. નેહા અને રોહનપ્રીતે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે આ ખુશી શેર કરી છે. આ સાથે જ નેહાએ રોહનપ્રિત અને તેના પરિવારનો આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે જ જણાવ્યું છે કે, મને આ રીતે પ્રેમ આપ્યો જેની મેં ક્યારે ઉમ્મીદ પણ રાખીને હતી. હું બહુ જ ખુશ છું. આ વીડિયોને નેહાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, રોહને નેહા માટે બેહદ ખુબસુરત રૂમ ડેકોરેટ કર્યો છે.

વિડીઓમાં નેહા અને રોહનપ્રિત કેક કાપતા નજરે ચડે છે. નેહા અને રોહનપ્રિત લગ્નના 1 મહિનો પૂરો થવાની ઉજવણીમાં વ્યસ્ત છે. રોહને લખ્યું હતું કે, હેલો મારી ખુબસુરત ઢીંગલી તારી સાથે જિંદગી બહુ જ ખબુસુરત છે. આજે આપણી ફર્સ્ટ મંથ એનિવર્સરી છે મને હજુ સુધી વિશ્વાસ નથી આવતો કે તું મારી છે. હું તને બહુ જ પ્રેમ કરું છું મારી જિંદગી.

જણાવી દઈએ કે નેહા કક્કર અને રોહનપ્રીત સિંહે ગયા મહિનામાં જ લગ્ન કર્યા હતા. તે બંને દિલ્હીના ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા. તેમના લગ્નદરમિયાન રોકાથી માંડીને હલ્દી, મહેંદી, સંગીત, રિસેપ્શન અને ફેરા સુધીના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. તાજેતરમાં જ નેહા કક્કર અને રોહનપ્રીત સિંહનું ગીત નેહુ દા વ્યાહ પણ રિલીઝ થયું છે. જેણે યુટ્યુબ પર જોરદાર ધમાલ મચાવી છે. ગીતમાં બંનેની જોડી પણ આશ્ચર્યજનક લાગી હતી.

નેહા કક્કર અને રોહનપ્રીતની પહેલી મુલાકાત ‘નેહું દા વ્યાહ’ ગીતના શૂટિંગ દરમિયાન થઈ હતી. રોહન નેહાના પ્રેમમાં પડી ગયો. રોહનની નમ્ર વર્તન અને સ્માર્ટનેસથી નેહા પ્રભાવિત થઈ. લાંબા સમય સુધી આ બંનેના ફેન્સ વિચારતા રહ્યા કે નેહા અને રોહન ગીતના પ્રમોશન માટે લગ્નનું નાટક કરી રહ્યા છે.