ખબર મનોરંજન

લગ્ન માટે નેહાએ કર્યું હતું પ્રપોઝ, રોહનપ્રિતએ કરી દીધી મનાઈ-ફરી આવી રીતે બની હતી વાત

બોલીવુડની પ્લેબેક સિંગર નેહા કક્કરએ 24 ઓક્ટોબરે રોહનપ્રિત સાથે દિલ્લીના એક ગુરુદ્વારામાં લગ્નગ્રંથીથી જોડાઈ ગઈ હતી. હાલ તો નેહા તેની જિંદગીના નવા પડાવનો આનંદ માણી રહી છે.

હાલમાં જ નેહા તેના પતિ રોહનપ્રિત સાથે ધ કપિલ શર્મા શોમાં જોવા મળી હતી. આ શોમાં તેના સંબંધને લઈને પણ ઘણા ખુલાસા કરી હતા. આ દરમિયાન બંને સિંગરે ઘણા ખુલાસા પણ કર્યા હતા.

જણાવી દઈએ કે, નેહા રોહનપ્રિત કરતા 7 વર્ષ મોટી છે. રોહનપ્રિત સાથે તેની પહેલી મુલાકાતને લઈને વાત કરતા નેહા કક્કરે જણાવ્યું હતું કે, બંનેની પહેલી મુલાકાત ચંડીગઢમાં થઇ હતી. નેહાએ આ સાથે જણાવ્યું હતું કે, રોહન સાથેની પહેલી મુલાકાતથી જોડાયેલી બધી વાત આજે પણ નેહાને યાદ છે.

જયારે રોહનને તેના વિષે પૂછવામાં આવ્યો તો રોહનપ્રિત સિંહે જણાવ્યું હતું કે, ઓડિશન માટે બોલાવવામાં આવ્યો હતો. જે ગીત પર ઓડિશન માટે બોલાવવામાં આવ્યો હતો તે ગીતને નેહાએ લખ્યું હતું અને મ્યુઝિક પણ તેને આપ્યું હતું.

આ બાદ આ ઇન્ટરવ્યૂમાં નેહાને રોહનની અને રોહનને નેહાની ખૂબીઓ વિષે પૂછવામાં આવ્યું હતું જે બંને સારી લાગે છે. રોહનને આ વિષે વાત કરતા કહ્યું હતું કે, નેહાને મળીને તેના જીવનમાં ઘણા બદલાવ જોવા મળ્યા છે.

રોહનના જણાવ્યા અનુસાર, લોકોને જેટલી નેહા સારી લાગે છે તેનાથી ઘણી વધારે સારી છે. તો નેહાએ રોહનપ્રિત વિષે વાત કરતા કહ્યું હતું કે, તે બહુ જ ક્યૂટ છે અને પ્રેમાળ છે. રોહનની આ ખૂબી જ નેહાને નજીક લાવી હતી.

નેહાએ વધુમાં કહ્યું હતું કે, રોહન એક સારો માણસ છે અને સાથે હેન્ડસમ પણ છે. નેહાએ વાતનો ખુલાસો કર્યો હતો કે, શૂટ ખતમ થયા બાદ રોહને નેહા પાસે તેની સ્નેપચેટની આઈડી માંગી હતી. પરંતુ નેહાને વોટ્સઅપ મેસજ કર્યો હતો.

નેહાએ જયારે રોહનપ્રિત સાથે લગ્નની વાત કરી હતી. તે સમયે રોહનપ્રીતે લગ્નની ના પડી દીધી હતી. રોહન વારંવાર એમ જ કહેતો હતો કે, તે હજુ 25 વર્ષનો છે. ફરી એક દિવસ રોહને તેની તરફથી નેહાને કહી દીધું કે તે તેના વગર નહીં રહી શકે.