મનોરંજન

લગ્ન પછી ઘરમાં કોનું ચાલશે? જુઓ આ ગેમમાં કોણ જીત્યું

સિંગર નેહા કક્ક્ડ રોહનપ્રીત સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ચુકી છે અને એક નવા જીવનની શરૂઆત કરવા જઈ રહી છે. વિદાઈ લઈને સાસરે જતી નેહાનું તેના પતિના ઘરે ખુબ ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Image Source

હિન્દૂ રિવાજ પ્રમાણે સાસરે જતા જ નેહા અને રોહનપ્રીત ‘મિલ્ક ગેમ’ એટલે કે દૂધથી ભરેલા વાસણમાંથી વીંટી શોધવાની ગેમ પણ રમ્યા હતા. કહેવામાં આવે છે કે જે પણ આ વીંટી સૌથી પહેલા શોધી લે છે ઘરમાં તેની સત્તા અને રાજ ચાલે છે, એવામાં આ ગેમમાં નેહાની જીત થઇ છે.

Image Source

નેહા અને રોહનના ફેનક્લબ દ્વારા આ વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે એક મોટો થાળ દૂધથી ભરેલો છે અને ગુલાબની પાંખડીઓ પણ રાખેલી છે અને તેની અંદર હાથની વીંટી નાખવામાં આવે છે. બંન્ને એકબીજાની પહેલા વીંટી શોધવાની કોશિશ કરી રહ્યા છે પણ સૌથી પહેલા નેહા વીંટી શોધી લે છે. જો કે આ રિવાજ માત્ર હસી મજાક માટે આગળના ઘણા સમયથી હિન્દૂ લગ્નમાં નિભાવવામાં આવી રહ્યો છે.

Image Source

નેહા અને રોહનના લગ્નના દરેક સમારોહની તસ્વીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. દરેક સમારોહમાં નેહા-રોહનનો અલગ-અલગ અવતાર જોવા મળ્યો હતો અને બંન્ને લગ્નના દરેક પોશાકમાં ખુબ જ સુંદર લાગી રહ્યા હતા.

જુઓ નેહા-રોહનનો મિલ્ક ગેમનો વિડીયો…