નેહા મહેતાએ 20 વર્ષની તુનિષાની મોત પર જતાવ્યુ દુ:ખ, કહ્યું કે બંનેએ પ્રેમમાં દગો…

ટીવીની પોપ્યુલર અભિનેત્રી તુનિષા શર્માએ પોતાના બ્રાઇટ કરિયરને પાછળ છોડી હાલમાં જ આત્મહત્યા કરી લીધી. તેના પરિવાર અને મિત્રો સહિત ચાહકો પણ તેના નિધનથી આઘાતમાં છે. તુનિષાની મોતે બધાને એક ઝાટકો આપ્યો છે. આ વચ્ચે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલી મહેતાનો રોલ પ્લે કરી ચૂકેલી અભિનેત્રી નેહા મહેતાએ તુનિષાની તુલના દિવંગત અભિનેત્રી પ્રત્યુષા બેનર્જી સાથે કરી દીધી.

નેહા મહેતાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યુ કે, તુનિષા શર્માના નિધને તેને પ્રત્યુષા બેનર્જીની યાદ અપાવી દીધી. અભિનેત્રીએ કહ્યું, “મને બાલિકા વધુની પ્રત્યુષા બેનર્જી યાદ આવી. તે(પ્રત્યુષા) મૃત્યુના થોડા દિવસો પહેલા મારા સેટ પર આવી હતી અને તેણે મને ગળે લગાવવાનું કહ્યું હતું. બે મહિના પહેલા હું તુનીષાને પણ મળી હતી, તેણે કહ્યું હતું કે તે મારી મોટી ફેન છે અને મેં એમ પણ કહ્યું હતું કે હું પણ તેની ફેન છું.

મને ખબર નથી કે શું થયું, પરંતુ તે મહાન હતી. જણાવી દઈએ કે પ્રત્યુષા બેનર્જીએ વર્ષ 2016માં 24 વર્ષની ઉંમરે ફાંસી લગાવી લીધી હતી. તેની આત્મહત્યા પાછળનું કારણ પણ પ્રેમમાં દગો હોવાનું જણાવાયું હતું. તુનિષા શર્માએ 24 ડિસેમ્બર 2022ના રોજ તેના ટીવી શો ‘અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ’ના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.

તેની માતાએ તુનીષાના પૂર્વ બોયફ્રેન્ડ અને કો-સ્ટાર શીઝાન ખાન વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કર્યો છે. શીઝાન 28 ડિસેમ્બર 2022 સુધી પોલીસ રિમાન્ડમાં છે. તુનીષાની માતાએ કહ્યું હતું કે શીઝાને તુનિષા સાથે દગો કર્યો છે. તે તુનિષા સાથે અન્ય કોઈને પણ ડેટ કરી રહ્યો હતો, જેના પછી તુનિષાને એંગ્ઝાઇટી એટેક પણ આવ્યો હતો.

તુનીષાની વાત કરીએ તો, તેણે એક્ટિંગની દુનિયામાં બાળ કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેણે ‘ભારત કે વીર પુત્ર – મહારાણા પ્રતાપ’, ‘ઈશ્ક સુભાન અલ્લાહ’,’ચક્રવતી અશોક સમ્રાટ’ જેવા પ્રખ્યાત શોમાં કામ કર્યું હતુ. તેણે કેટરીના કૈફની ફિલ્મ ‘ફિતૂર’, ‘બાર બાર દેખો’થી લઈને સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ 3’માં પણ કામ કર્યું છે.

Shah Jina