પોતાની 4 મહિનાની બાળકી સાથે ટોપલેસ થઈને આ અભિનેત્રીએ કરાવ્યું ફોટોશૂટ, તસવીરો વાયરલ થતા જ લોકોએ કરી એવી એવી કોમેન્ટ કે… જુઓ

ટોપલેસ થઈને 4 મહિનાની બાળકી સાથે નેહા મર્દાએ કરાવ્યું ફોટોશૂટ, લોકોએ કરી ટ્રોલ, કહ્યું, “શરમ આવવી જોઈએ…!”

 

Neha Marda topless photo shoot with baby : મનોરંજનની દુનિયા ખુબ જ રંગીન છે. ઘણા સેલેબ્રિટીઓ એવા હોય છે જે ઘહણીવાર એવી એવી અતરંગી હરકતો કરતા હોય છે કે તેના કારણે તે ચર્ચામાં આવી જતા હોય છે. ખાસ કરીને અભિનેત્રીઓ પોતાના બોલ્ડ ફોટોશૂટને લઈને પણ ચર્ચામાં આવતી હોય છે. ઘણી અભિનેત્રીઓ માતા બનતા પહેલા પ્રેગ્નેન્સી ફોટોશૂટ કરાવે છે અને તેના કારણે પણ તે ચર્ચામાં આવી જતી હોય છે, પરંતુ હાલ એક અભિનેત્રીએ પોતાના નવજાત બાળક સાથે ટોપલેસ થઈને ફોટોશૂટ કરાવતા જ ચર્ચામાં આવી ગઈ.

લગ્નના 10 વર્ષ પછી બાળકીને આપ્યો જન્મ :

ટીવી સીરિયલ “બાલિકા વધૂ” ફેમ અભિનેત્રી નેહા મર્દા લગ્નના 10 વર્ષ બાદ માતા બની છે. તેની પ્રી-મેચ્યોર ડિલિવરી થઈ હતી. નેહાએ બેબી સાથેના ફોટોશૂટની તસવીરો શેર કરી છે. નેહા વ્હાઈટ ઓફ શોલ્ડર ગાઉનમાં અદભૂત લાગી રહી હતી. તેની બાળકીને તેમાં રેપ કરવામાં આવી હતી. ફોટામાં તે દીકરીની છાતી સાથે ગળે લગાવી રહ્યો છે. તસવીરોમાં ટ્વિસ્ટ એ છે કે નેહા અને તેની દીકરીને સફેદ આછા કપડામાં લપેટવામાં આવી છે.

ટોપલેસ થઈને દીકરીને ગળે લગાવી :

તસવીરોમાં મા-દીકરી વચ્ચેનું બોન્ડિંગ સ્પષ્ટ દેખાય છે. ગ્લોઈંગ મેક-અપ અને મધ્યમ ભાગવાળા વાળમાં નેહા મર્દાની સુંદરતાના લોકો ખુબ જ વખાણ પણ કરી રહ્યા છે. નેહા મર્દાએ શેર કરેલી તસવીરોમાં જોઈ શકાય છે કે તે સફેદ ચાદરમાં લપેટાયેલી દીકરી સાથે ટોપલેસ પોઝ આપી રહી છે. દીકરીને તેણે પોતાની છાતી પાસે રાખી છે. એક્ટ્રેસના ચહેરા પર રિલેક્સેશન દેખાય છે. એક તસવીરમાં તે પોતાની દીકરીને ગળે લગાવીને હસતી પોઝ આપી રહી છે.

યુઝર્સે કરી જબરદસ્ત ટ્રોલ :

આ દરમિયાન અભિનેત્રીની પ્રેમાળ બાળકી ખૂબ જ માસૂમ અને ક્યૂટ લાગી રહી છે. જ્યાં ઘણા યુઝર્સ મા-દીકરીની આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે, તો બીજી તરફ ઘણા લોકો નેહા મર્દાને તેના ટોપલેસ ફોટોશૂટ માટે જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે પૈસા અને લાઈક માટે આ સારું નથી. તો ઘણા એમ પણ કહી રહ્યા છે કે દીકરી માટે આટલા ટાઈટ કપડાં અને ફેલશ લાઈટ પણ સારી નથી.  નેહા મર્દા ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. તે ‘બાલિકા વધૂ’, ‘ડોલી અરમાનો કી’, ‘ક્યોં રિશ્તો મેં કટ્ટી બટ્ટી’, ‘પિયા અલબેલા’ અને ‘સાથ રહેગા હંમેશા’ જેવી ધારાવાહિકમાં જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Marda (@nehamarda)

Niraj Patel