આ વહુને સાસુએ ગિફ્ટ કરી એટલી મોંધી ગાડીઓ કે નામ જાણીને ચોંકી જશો, એટલું જ નહિ બીજી પણ આપી છે અનેક ગિફ્ટો

લાડલી વહુને દીકરીની જેમ સાચવે છે સાસુમા, જુઓ એનિવર્સરી પર કેવી કેવી ભવ્ય ગિફ્ટ આપે છે

કહેવાય છે ને કે બંને લાઇફ પાર્ટનર સમજદાર અને પ્રેમ કરવાવાળો હોય તો જીવન બની જાય છે, પરંતુ જો સાથે સાથે સાસુ પણ ખૂબ જ સરસ હોય તો આ ખુશીઓ તો બેગણી કરતા પણ વધી જાય છે. આવું જ કંઇક અભિનેત્રી નેહા મર્દાના જીવનમાં થયુ છે.

“બાલિકા વધુ” અને ઘણા ટીવી ધારાવાહિકમાં કામ કરી ચૂકેલી ટીવી અભિનેત્રી નેહા મર્દાએ વર્ષ 2012માં પટનાના બિઝનેસ મેન આયુષ્માન અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. નેહાને તેમના પતિ કરતા વધારે તો સાસુ પ્રેમ કરે છે અને ઘણીવાર તેમની સાસુ તેમને મોંઘી મોંઘી ગિફ્ટો પણ આપે છે.

નેહાને લગ્નની પહેલી એનિવર્સરી પર તેમની સાસુએ તેને ગિફ્ટમાં BMW આપી હતી. નેહા માટે તેમની સાસુ તરફથી પહેલી લગ્ઝરી ગિફ્ટ મળી હતી. જો કે, આવી તો અનેક ગિફ્ટો તેને તેની સાસુ પાસેથી મળી છે.

નેહાને લગ્નની ત્રીજી અનિવર્સરી પર તેની સાસુએ જેગુઆર ગાડી ગિફ્ટ કરી હતી. નેહા અને તેની સાસુ વચ્ચે ઘણી સારી બોન્ડિંગ છે.

તેની સાસુ તેને ઘણો પ્રેમ કરે છે અને તેઓ તો તે ઇચ્છે છે કે તે તેના કરિયર પર ધ્યાન આપે. એકવાર નેહાએ કહ્યુ હતુ કે, મારી સાસુ ઇચ્છે છે કે હું આત્મનિર્ભર રહુ.

તેમનું માનવુ છે કે લગ્ન કરીને હાઉસવાઇફ બનવું એ કોઇ મહિલાના જીવનનું મક્સદ ના હોવુ જોઇએ. મહિલાને હંમેશા કંઇને કંઇ ક્રિએટિવ કરતા રહેવુ જોઇએ.

નેહાને તેની સાસુએ ઘણી લગ્ઝરી ગિફ્ટો આપી છે. તેઓ બંને સારી બોન્ડિંગ ધરાવે છે અને તેઓ બંને એકબીજાને ખૂબ જ પ્રેમ પણ કરે છે.

થોડા સમ પહેલા નેહાના બહેનના લગ્ન થયા હતા તો તેણે તેની સાસુમાનું સાડી કલેક્શન પહેર્યુ હતુ. તેણે હલ્દી સેરેમનીમાં સાસની બંગાળથી લાવેલી 15 વર્ષ જૂની બાલૂચરી સાડી પહેરી હતી. સાસુની સાથે સાથે નેહાની માતા પણ તેને મોંઘા મોંઘા ગિફ્ટ્સ આપતી રહે છે.

Shah Jina