ખુશખબરી: લગ્નના 10 વર્ષ બાદ આ ટીવી અભિનેત્રીના ઘરમાં ગૂંજશે કિલકારી, જુઓ ક્યૂટ તસવીરો

બાલિકા વધુની ફેમસ અભિનેત્રીના ઘરમાં ગૂંજશે કિલકારી, જુઓ ક્યૂટ તસવીરો

મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ ખબરો સામે આવી રહી છે, ત્યાં બીજી તરફ કેટલીક ખુશ ખબરીઓ પણ સામે આવી રહી છે, બોલીવુડના ઘણા કપલ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે તો ઘણા કપલ માતા પિતા પણ બની રહ્યા છે, તેમની આ ખબરને લઈને ચાહકો પણ ખુબ જ ખુશ થઇ જતા હોય છે. ત્યારે હાલમાં જ ટીવી જગતની એવી જ એક ખ્યાતનામ અભિનેત્રી નેહા મર્દાએ પણ એક ખુશ ખબરી ચાહકોને આપી છે.

લોકપ્રિય ધારાવાહિકો “ડોલી અરમાનો કી”, “બાલિકા વધુ” અને “દેવો કે દેવ મહાદેવ”માં પોતાના અભિનય દ્વારા દર્શકોને દીવાના બનાવી દેનારી અભિનેત્રી નેહા મર્દા મા બનાવની છે. અભિનેત્રીએ પોતે જ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરીને ચાહકોને આ ખુશ ખબરી આપી છે. નેહાએ તેના પતિ આયુષ્માન અગ્રવાલ સાથે એક તસવીર શેર કરી છે, જેમાં તે લાલ રંગના ડ્રેસમાં પોતાનો બેબી બંમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

નેહા એ તેના ઈન્સ્ટાગ્રામ પરથી તસવીર શેર કરતાં લખ્યું કે તે 2023 સુધીમાં તેના બાળકનું સ્વાગત કરશે. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- ‘શ્રી શિવાય નમસ્તુભ્યમ… આફ્ટર ઓલ ભગવાન મારામાં આવી ગયા છે… વર્ષ 2023માં બાળક આવવાનું છે’. તેની આ તસવીરો જોયા બાદ સેલેબ્સથી લઈને ફેન્સ તેને ખૂબ અભિનંદન આપી રહ્યા છે.

નેહા મર્દાએ સારા ખુશ ખબરી શેર કર્યા પછી, શ્રેણુ પરીખે તેણીની પોસ્ટમાં કોમેન્ટ કરીને કહ્યું”તમારા બંને માટે ખૂબ જ ખુશ”. આ ઉપરાંત અભિનેત્રી મીરા મિશ્રાએ પણ કોમેન્ટ કરી, ‘ઓહ માય ગોડ… અભિનંદન મારા પ્રેમ’. અન્ય સેલેબ્સ અને ચાહકો પણ આ જ રીતે કપલને તેમની આગામી ખુશીઓ માટે શુભેચ્છા પાઠવતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે નેહાએ 10 ફેબ્રુઆરી 2012માં પટનાના બિઝનેસમેન આયુષમાન અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 10 વર્ષ બાદ આ કપલ પોતાના પહેલા બાળકનું સ્વાગત કરી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Marda (@nehamarda)

Niraj Patel