મનોરંજન

નેહા કક્કરના ઘરની અંદરની તસવીરો : 5 સ્ટાર હોટેલને ટક્કર આપે છે નેહાનું આલીશાન ઘર, જુઓ

ખુબ જ આલીશાન અને લગ્ઝરી છે નેહા કક્કરનું ઘર, જુઓ અંદરની તસવીરો

નેહા કક્કરે ઇન્સ્ટાગ્રામ પર તેના પતિ રોહનપ્રીત સિંહની સાથે કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં બંને ગિટાર વગાડતા દેખાઈ રહ્યા છે. સાથે જ તેમણે ભવ્યશાળી ઘરની ઝલક પણ દેખાડી હતી.

કોરોનના વધતા કેસને લઈને મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવેલું હતું. ફિલ્મોથી લઈને ટીવી શો અને વેબ સિરીઝ સુધીના બધા શૂટિંગ બંધ હતા. એવામાં ઘણા સેલિબ્રિટીએ મોટાભાગનો સમય ઘરે જ નીકળ્યો છે.

‘ઇન્ડિયન આઇડલ 12’ને જજ કરી રહેલી સિંગર નેહા કક્કર પણ લોકડાઉનમાં પતિ રોહનપ્રીત સાથે ઘરે જ હતી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં નેહા અને રોહનપ્રીત ગિટાર વગાડતા નજર આવી રહ્યા છે. આ તસવીરોમાં નેહા અને રોહનપ્રીતે તેમનું ઘર જે મુંબઈમાં છે તેની કેટલીક તસવીરો પણ દેખાડી હતી.

તસવીરોમાં નેહા અને રોહનપ્રીત ઘરના લિવિંગ રૂમમાં બેસેલા છે. લિવિંગ રૂમનું કલર અને ડેકોરેશન ખુબ જ સુંદર દેખાઈ રહ્યું છે. લિવિંગ રૂમમાં પાછળ એક દીવાલ પર કેટલીક પેઇન્ટિંગ્સ લગાવેલી છે અને સામે ક્રીમ કલર શેડ વાળા સોફા છે.

આ લિવિંગ રૂમમાં એક બાજુ ગ્લાસ વોલ છે ત્યાં થોડાક છોડ લગાવેલા છે અને ત્યાંથી મુંબઈની ઊંચી ઊંચી બિલ્ડીંગ્સ અને આકાશનો સુંદર નજારો જોઈ શકાય છે. નેહા અને રોહનપ્રીતે તેમના ઘરને ખુબ જ સરસ રીતે સજાવેલું છે. રંગથી લઈને ડેકોરેશન અને ફર્નિચર સુધી બધું ખુબ જ સુંદર છે.

નેહા કક્કર બોલિવૂડમાં ટોપ સિંગરોમાંની એક છે. નેહાએ 4 વર્ષની ઉંમરથી જ ગીતો ગાવાનું શરુ કર્યું હતું. બાળપણમાં જ નેહા અને તેના પરિવારે ખુબ તકલીફોનો સામનો કર્યો છે. નેહાના પિતા સમોસા વેંચતા હતા અને તેમાંથી જે રૂપિયા મળતા હતા

એમાં આખા ઘરનું ગુજરાન ચલાવું મુશ્કેલ હતું. નેહાએ તેના ભાઈ ટોની અને બહેન સોનુ સાથે માતા રાણીના જગરાતામાં ગાવાનું શરુ કરી દીધું હતું. નેહાએ રોહનપ્રીત સાથે ઓક્ટોબર 2020માં લગ્ન કર્યા અને ત્યારબાદ બંને આ નવા ઘરમાં રહેવા માટે આવી ગયા હતા.

આજે તેમની પાસે ઘર છે, ગાડી છે અને મિલકતો સાથે નામ અને પરિવારનો સાથ છે. જયારે નેહા કક્કરે ‘ઇન્ડિયન આઇડલ’માં ભાગ લીધો હતો ત્યારે પણ નેહાનું રિજેકશન થયું હતું અને આજે નેહા તે જ રિયાલિટી શોની જજ છે.