મનોરંજન

નેહા કક્ક્ડ અને આદિત્ય નારાયણ સાથે ગોવા બીચ ઉપર જોવા મળ્યો ભાઈ ટોની, વાંચો શું સરપ્રાઈઝ

ઇન્ડિયન આઇડલ સીઝન-10 આજકાલ બે કારણોના લીધે ખુબ જ ચર્ચામાં છે,ચર્ચામાં હોવાનું એકે કારણ છે આ મંચ ઉપરથી ભાગ લેનારા ગાયકો, જે એકથી એક ચડિયાતા છે, દરેક ગાયકનો અવાજ હૃદયને સ્પર્શી જાય તેવો છે તો સાથે બીજું એક ખાસ કારણે છે નેહા કક્ક્ડ અને આદિત્ય નારાયણનું પ્રેમ પ્રકરણ.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

છેલ્લા ઘણા સમયથી દર્શકો જોઈ રહ્યા છે કે નેહા અને આદિત્ય કેવી રીતે એકબીજાની નજીક આવી રહ્યા છે અને આ નજીકતા વધારવામાં શોમાંથી જ ઘણા લોકોનો હાથ પણ છે સાથે નેહા અને આદિત્યના પરિવાર તરફથી એ બંનેના લગ્ન માટે લીલી ઝંડી પણ બતાવી દેવામાં આવી છે.

14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસે જ નેહા અને આદિત્ય લગ્નના બંધનમાં બંધાઈ જશે એવી વાતો પણ સામે આવી રહી છે અને આ બધું લગભગ હકીકત હોય એમ જ લાગી રહ્યું છે, કારણ કે શોની અંદર જ નેહાને ચૂંદડી પણ ઓઢાવવામાં આવી અને લગ્નનું શગુન પણ આપવામાં આવ્યું, તો આદિત્ય દ્વારા નેહાને ઘણીવાર પ્રપોઝ પણ કરવામાં આવ્યો છે આ વાત પણ દર્શકોએ જોઈ જ છે.

 

View this post on Instagram

 

A post shared by Aditya Narayan (@adityanarayanofficial) on

નેહા અને આદિત્યની સાથે હવે નેહા કક્કડનો ભાઈ ટોની કક્કડ પણ જોવા મળ્યો હતો. નેહાએ પોતાના ઇન્સ્ટગ્રામ પેજ ઉપર તેના અને આદિત્યની સાથે સાથે તેના ભાઈનો પણ ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટો ગોવાના બીચનો હતો જ્યાં ટોની કક્કડે એક સરપ્રાઈઝ ગિફ્ટ પણ આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

ટોનીની ગિફ્ટમાં તેનું પહેલું આલ્બમ ગીત રિલીઝ થવાની તારીખની જાહેરાત કરવામાં આવી હતી. ટોની કક્કડનું ગીત “ગોવા બીચ” 10 ફેબ્રુઆરીના રોજ જાહેર થવા જઈ રહ્યું છે ત્યારે આ પ્રસંગે નેહા, આદિત્ય અને ટોનીએ ગોવા બીચ ઉપર મસ્તી કરતા પોતાના ફોટા પણ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યા હતા.

સોની ટીવી દ્વારા એક નવો વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો છે જેમાં નેહા “કાંટે નહીં કટતે” ગીત ઉપર ડાન્સ કરી રહી છે અને પછી આદિત્ય તેને ઊંચકી લેતો પણ જોવા મળે છે. 14 ફેબ્રુઆરીને હવે થોડા જ દિવસોની વાર છે આ તારીખે સાબિત થઇ જશે કે શું ખરેખર નેહા અને આદિત્ય લગ્નબંધનમાં બંધાવવાના છે કે પછી આ માત્ર દર્શકોનું મન જીતવા માટેનો એક પબ્લિસિટી સ્ટન્ટ હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.