મનોરંજન

નેહા કક્કર અને રોહનપ્રીત ગુરુદ્વારામાં કર્યા લગ્ન, જુઓ ધમાકેદાર લગ્નના વિડીયો

બોલીવુડની નંબર 1 સિંગર નેહા કક્કડ અને રોહન પ્રીત સિંહે આખરે લગ્ન કરી લીધાં છે. ગઈકાલે શનિવારે દિલ્હીમાં પરંપરાગત આનંદ કારજ સેરિમની યોજાઈ હતી. લગ્નમાં બંનેના ફેમિલી અને નજીકના મિત્રો સામેલ થયા હતા. રિપોર્ટ અનુસાર નેહા અને રોહન પરિવારની સાથે હવે પંજાબ જશે, જ્યાં તેમનું ગ્રાન્ડ રિસેપ્શન થશે. જો કે, કક્કડ અને સિંહ પરિવાર તરફથી હજી સુધી તેની સત્તાવાર જાહેરાત નથી થઈ.

 

View this post on Instagram

 

A post shared by Neheart__Gaurav (@neheart__gaurav) on

નેહા કક્કડે મહેંદી સેરેમનીના ફોટા સોશિયલ મીડિયા ખુબ વાઇરલ થઇ રહ્યા છે. કેપ્શનમાં લખ્યું છે, ‘મહેંદી લગાઉંગી મૈં સજના કે નામ કી.’ આ આઉટફિટ આશરે 75 હજાર રૂપિયા નું છે અને તેને અનિતા ડોંગરેની વેબસાઈટ પરથી ખરીદી શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Tony kakkar (@team_tonykakkar) on

તમને જણાવી દઈએ કે પહેલા આ ન્યુઝ આવી કે 24 ઑક્ટોબરે લગ્ન કરવાનાં છે પછી 9 ઑક્ટોબરે ખુદ નેહા કક્કડે સોશિયલ મીડિયામાં રોહન સાથે પોતાના સંબંધ વિશે સ્પષ્ટતા કરી જ દીધી. એણે રોહન સાથેનો પોતાનો ફોટોગ્રાફ શૅર કરીને લખ્યું કે, ‘તુમ મેરે હો.’ જવાબમાં રોહને લખ્યું, ‘બાબુ, આઈ લવ યુ સો મચ, મેરી જાન. મૈં સિર્ફ તુમ્હારા હૂં. મેરી ઝિંદગી’

 

View this post on Instagram

 

A post shared by •|| ||•♡☻ (@nehu_obsession) on

બોલીવુડની ખ્યાતનામ ગાયિકા નેહા કક્ક્ડ અને પંજાબી સિંગર રોહનપ્રિત સિંહના લગ્નને લઈને ચર્ચાઓ જોર શોરથી ચાલી રહી છે. ત્યારે આ બધા વચ્ચે નેહાને પીઠી ચોળાવવાની તસવીરો પણ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ગઈકાલે નેહાને મહેંદી લગાવવામાં આવી હતી, ત્યાર બાદ આજે તેની પીઠી પણ ચોળવામાં આવી. નેહાની પીઠી ચોળવાની તસ્વીરોને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. પીઠીના પ્રસંગમાં નેહાનો અંદાજ ખરેખર કમાલનો છે.

 

View this post on Instagram

 

A post shared by •|| ||•♡☻ (@nehu_obsession) on

નેહા કક્ક્ડના મહેંદી પ્રસંગ બાદની તસ્વીર પણ હવે ખુબ જ ફેલાઈ રહી છે. આ તસ્વીરમાં નેહા અને રોહનપ્રિત લીલા રંગે રંગાયેલા જોવા મળે છે. નેહા લીલા રંગની ચોલીમાં તો રોહન લીલા રંગની શેરવાનીમાં જોવા મળે છે.નેહાએ દરેક પ્રસંગની તસવીરો શેર કરી છે. નેહાએ મહેંદી પ્રસંગની પણ 10 તસવીરો પોતાના ઇન્ટાગ્રામ ઉપર શેર કરી હતી. આ તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે.આ તસ્વીરોમાં નેહાએ અનિતા ડોંગરે દ્વારા ડિઝાઇન કરવામાં આવેલો લીલા રંગનો લહેંગો પહેર્યો છે જયારે રોહનપ્રિતે હલકા લીલા રંગની શેરવાની પહેરી છે. નેહાએ આ લહેંગા સાથે અનિતા ડોંગરેની જ જવેલરી પણ પહેરી છે.

 

View this post on Instagram

 

A post shared by •|| ||•♡☻ (@nehu_obsession) on