ફિલ્મી દુનિયા

લગ્નની ખબરો વચ્ચે હાથોમાં ચૂડલો પહેરેલી જોવા મળી નેહા કક્કડ, આખરે જણાવી જ દીધી હકીકત

બોલિવૂડની પ્લેબેક સિંગર નેહા કક્કડ અને આદિત્ય નારાયણના લગ્નની ખબરો વચ્ચે હવે નેહાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. નેહા કક્કડ અને આદિત્ય નારાયણ આજકાલ ઇન્ડિયન આઇડલ 11માં દેખાઈ રહયા છે. આ શોમાં આદિત્ય હોસ્ટની ભૂમિકામાં છે અને નેહા જજની ભૂમિકામાં દેખાઈ રહયા છે.

Image Source

લગ્નની ખબરો વચ્ચે હવે નેહા કક્કડ હાથોમાં લાલ ચૂડલો પહેરેલી જોવા મળી. નેહાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં નેહાએ પોતાનું ગીત યાદ પિયા કી આને લગી પર લિપસિંક કરીને બનાવ્યો છે. નેહાનો આ વિડીયો તેના ઘણા ફેનપેજ પર શેર કરવામાં આવ્યો છે.

Image Source

વાયરલ વીડિયોમાં નેહા એક ગાડીની અંદર બેસેલી દેખાય છે. તેને વેસ્ટર્ન ડ્રેસ સાથે લાલ ચૂડલો પહેર્યો છે અને એ આને દેખાડી રહી છે. સાથે જ નેહા ગીત ગાઈ રહી છે, ‘કબ વો દિન આયેગા, જબ હમ ભી મહેંદી લગવાયેંગે, ના જાણે કબ વો આયેંગે ઔર ડોલી મેં લે જાયેંગે, યાદ પિયા કી આને લગી…’

 

View this post on Instagram

 

A post shared by Neheartkajal (@neha_holic_kajal) on

આ ગીત દ્વારા નેહા જતાવી રહી છે એ કોઈ ખાસ વ્યક્તિને મિસ કરી રહી છે. ઇન્ડિયન આઈડલમાં નેહા કક્ક્ડ અને આદિત્ય નારાયણના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે ત્યારે નેહા પણ હાથમાં ચૂડલો પહેરેલી જોવા મળી છે ત્યારે બંનેના લગ્નની અટકળો વધી ગઈ છે. પણ વાત એમ નથી.

હકીકતમાં નેહા અને આદિત્ય એકસાથે ગીત ‘ગોવા બીચ’ શૂટ કરી રહયા છે, જેમાં નેહા અને તેમના ભાઈ ટોની કક્કડનો અવાજ છે. આ ગીતમાં આદિત્ય નેહા સાથે રોમાન્સ કરતા જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

જણાવી દઈએ કે ઇન્ડિયન આઈડલમાં નેહા કક્ક્ડ માટે આદિત્ય નારાયણના પ્રપોઝલથી લઈને શુકન આપવાની બધી જ વિધિઓ કરવામાં આવી છે. સ્ટેજ પર બંનેના માતાપિતા પણ આવ્યા હતા અને ઉદિત નારાયણે પણ તેમના આ સંબંધને મંજૂરી આપી હતી.

Image Source

જો નેહા કક્ક્ડ અને આદિત્ય નારાયણના લગ્નની વાત કરીએ તો સતત એવી ખબરો આવી રહી છે કે બંને વેલેન્ટાઈસ ડે પર લગ્ન કરશે, ઘણીવાર તેમના લગ્નની વાતોને લઈને વિડીયો પણ સામે આવ્યા છે, પણ હવે એ તો એ લોકો જ જાણે કે તેઓ સાચે જ લગ્ન કરવાના છે કે નહિ!

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.