ફિલ્મી દુનિયા

નેહા કક્કરનાં લગ્ન થયા નક્કી, આ વ્યક્તિ સાથે આ મહિનાના અંતમાં ફરશે ચાર ફેરા

નાટકબાજ સિંગર નેહાના આની સાથે લગ્ન થવા જઈ રહ્યા છે, દુલ્હાનું નામ સાંભળીને ચોંકી ઉઠશો

બૉલીવુડ સિંગર નેહા કક્કર કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. ફરી એક વાર નેહા તેના લગ્નને લઈને ચર્ચામાં આવી છે. આ પહેલા પણ નેહા તેના લગ્નને લઈને ચર્ચામાં આવી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

સીંગીગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલની ગત સીઝનમાં સતત એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે, નેહા કક્કર અને આદિત્ય નારાયણ લગ્ન કરવા જઈ રહ્યા છીએ પરંતુ બાદમાં ખબર પડી કે આ બધું ટીઆરપી વધારવા માટેનું હતું. બાદમાં બંને વચ્ચે એવું કંઈ ના હતું.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

આ પહેલા નેહા કક્કર અને એક્ટર હિમાંશુ કોહલી ઘણા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. માનવામાં આવે છે કે, આ બંનેની વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી, પરંતુ બાદમાં બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું. આ બાદ બંને એકબીજા પર આરોપ કરતા નજરે ચડયા હતા. ફરી એકવાર નેહા કક્કરના લગ્નને લઈને ખબર આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

આ વખતે બતાવવામાં આવી રહ્યું છે કે, નેહા કક્કરે નક્કી કરી લીધું છે કે તે લગ્ન કરીને જ રહેશે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ મહિનાના અંતમાં રોહનપ્રિત અને નેહા લગ્ન કરી શકે છે. બંને  વચ્ચે લગ્નની વાતચીત ફાઇનલ થઇ ગઈ છે. આ લગ્ન દિલ્લીમાં થશે અને કોરોનાને કારણે બહુ ઓછા લોકો  જ શામેલ થશે. એક રિપોર્ટ અનુસાર, બંને 24 ઓક્ટોબરના રોજ લગ્ન કરશે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

હાલ તો રોહનપ્રિતના મેનેજરએ આ વાતનો ઇન્કાર કરતા કહ્યું છે કે આવી ખબર અમે પણ સાંભળી છે. બંનેએ એક વિડીયો સાથે કર્યો છે જેના કારણે તેને લિંક કરવામાં આવી રહ્યું છે. રોહનપ્રિતને લગ્નને લઈને હજુ સુધી કોઈ પ્લાન નથી.

 

View this post on Instagram

 

A post shared by TVW NEWS India (@tvwnewsindi) on

થોડા દિવસ પહેલા નેહા અને રોહણપ્રીતે એક મ્યુઝિક વીડિયોમાં સાથે કામ કર્યું છે. જેમાં નેહા, રોહનપ્રિતને લોકડાઉનમાં લગ્ન કરવાનું કહે છે. આ વીડિયોને હિન્ટ માનવામાં આવી રહ્યો છે. રોહનપ્રીતે આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જેમાં નેહા તેને ડાયમંડની વીંટી પહેરાવવાની ડિમાન્ડ કરે છે. આ પછી રોહનપ્રીત નેહાને રિંગ પહેરાવતો નજરે ચડે છે.

રોહનપ્રીત સિંહ ‘રાઇઝિંગ સ્ટાર’ સિંગિંગ રિયાલિટી શોમાં પ્રથમ રનર અપ રહ્યો છે. આ સાથે જ તે બિગ બોસ ફેમ શહેનાઝ ગિલના સ્વંયવરવાળા ટીવી રિયાલિટી શો ‘મુઝસે શાદી કરોગે’માં પણ જોવા મળ્યો હતો. શહનાઝ પણ રોહનને પસંદ કરી રહી હતી. પરંતુ હવે કેટલાક મહિના પછી એવા અહેવાલો આવી રહ્યા છે કે રોહને નેહાને પસંદ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.