બૉલીવુડની જાણીતી સિંગર નેહા કક્કર તેના ગીતની સાથે સહતે હિમાંશુ કોહલીના અફેરને લઈને પણ ચર્ચામાં રહી હતી. નેહા કક્ક્ડ અને હિમાંશુ કોહલીએ 2 વર્ષ સુધી ડેટ કર્યું હતું. આ બાદ બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું. નેહા અને હિમાંશુ પહેલા રિલેશનશિપને લઈને બાદમાં બ્રેકઅપને લઈને ચર્ચામાં રહ્યા હતા. નેહાએ તેના બ્રેકઅપ બાદ સોશિયલ મીડિયામાં ઘણી પોસ્ટ કરીને તેનું દુઃખ વ્યક્ત કર્યું હતું.
આ વચ્ચે નેહા કક્કરે રિલેશનશિપને લઈને એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેને લખ્યું હતું કે, પ્રેમ તમને જોડે છે તોડતો નથી. નેહાએ વધુમાં લખ્યું હતું કે, જો પ્રેમ તમને જોડી નથી રહ્યો તો તે રિલેશનશિપમાંથી બંને તેટલા જલ્દી બહાર નીકળી જાવ. જણાવી દઈએ કે, નેહા કક્કર હિમાંશુ સાથે બ્રેકઅપ બાદ ઘણા સમય સુધી તણાવમાં રહી હતી.

જણાવી દઈએ કે, દિલ્લીના રહેવાસી હિમાંશુ કોહલીએ ‘યારિયા’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. જેમાં નેહાએ સની-સની સોન્ગ ગાયું હતું. આ ફિલ્મના સેટ પર બંનેની દોસ્તી થઇ હતી બાદમાં પ્રેમમાં પરિણમી હતી. જૂન 2018માં નેહા અને હિમાંશુનો ઝઘડો થયો હતો.

હિમાંશ સાથેના ઝઘડા બાદ બાદ નેહાએ કહ્યું, “મેં મારુ બધું છે તે તને આપી દીધું. પ્રેમ, સંભાળ, સમય, સુખ, આદર, કૌશલ્ય, જ્ નોલેજ સકારાત્મકતા, તમારા લોકોને તમારી સાથે શેર કરું છું. મારા સંપર્કો, મારા ચાહકો અને મારી મહેનત પણ મેં તમારી સાથે મારી પ્રસિદ્ધિ પણ શેર કરી હતી. પણ તેના બદલે તમે એક સેકંડમાં બધું ભૂલી ગયા છો.
View this post on Instagram
નેહાએ આગળ લખ્યું, તમારી વર્તણૂકના કારણે મને ખૂબ જ ખરાબ લાગ્યું, હું ઘણી જગ્યાએ પર રડી જ્યાં મારે રડવું ન જોઈએ. હવે હું તમને તે બધા માટે જવાબ આપી રહ્યો છું. ફાઈનલી ગુડ બાય એન્ડ ગોડ બ્લેસ યુ
View this post on Instagram
જણાવી દઇએ કે જ્યારે નેહા કક્કર 11માં ધોરણમાં હતી ત્યારે ઇન્ડિયન આઇડોલનો ભાગ બની હતી. જો કે તે આ શોમાં વધારે આગળ વધી શકી ન હતી.
View this post on Instagram
જણાવી દઈએ કે,નેહાએ હાલમાં જ તેના સંઘર્ષની કહાની સોશિયલ મીડિયામાં શેર કરી હતી. નેહાએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો હતો. આ વિડીયોમાં તેને જણાવ્યું હતું કે, ચાર વર્ષની ઉંમરથી જ તે ગીત ગાઈને પૈસા કમાઈ રહી છે.
View this post on Instagram
‘ઇન્ડિયન આઇડલ’માં સ્પર્ધક તરીકેની આવ્યા પછી નેહાને સફળતા મળી અને તે પછી તે એક પછી એક સફળતાની સીડી પર ચઢતી ગઈ. નેહાએ સ્પર્ધક તરીકે ‘ઇન્ડિયન આઇડલ’માં ભાગ લીધા બાદ ‘નેહા ધ રોક સ્ટાર’ નામનું મ્યુઝિક આલ્બમ બહાર પાડ્યું હતું. તે વર્ષ 2008માં આવ્યું હતું. આ પછી નેહાએ સિનેમા જગતમાં કામ કરવાનું શરૂ કર્યું.
નેહાએ બોલીવુડમાં ઘણા હિટ સોંગ્સ આપ્યા છે. તેના હિટ સોન્ગમાં દિલબર -દિલબર, વો એક પળ, સેકન્ડ હેન્ડ જવાની, એસઆરકે એન્થમ, શૈતાન, જાદુ કી ઝપ્પી, બોટલ ખોલ, મનાલી ટેરેસ, ધતિંગ નાચ, પાર્ટી શોઝ બિન્દાસ, આઓ રાજા, સની-સની, લંડન ઠૂમકડાં અને ધીમે-ધીમે શામેલ છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.