મનોરંજન

ટીક-ટોક પર વાઇરલ થયો નેહા કક્ક્ડનો અંદાજ, સ્લો મોશનના ગીત પર જોવા મળ્યો ફની અંદાજ, જુઓ વિડીયો….

સિંગર નેહા કક્ક્ડ હાલના દિવસોમાં પોતાના લાજવાબ ગીતોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પોતાના વીડિયોને લીધે પણ ચર્ચામાં બની રહે છે.પોતાના ગીતની સાથે સાથે નેહાનો ક્યૂટ અને બબલી અંદાજ પણ લોકોને ખુબ પસંદ આવે છે.નેહાનો અંદાજ ફૈન્સને એટલો પસંદ આવે છે કે તે સામે આવતાની સાથે જ વાઇરલ થઇ જાય છે.નેહા મોટાભાગે ફૈન્સ સાથે સોશિયલ મીડિયા પર હંમેશા જોડાયેલી રહે છે.

નેહા ટીક-ટોક પર પણ ખુબ એકટિબ રહે છે એવામાં હાલમાં જ તેનો એક ટીક ટોક વિડીયો સામે આવ્યો છે જેને ફૈન્સ ખુબ પસંદ કરી રહ્યા છે.નેહાનો ટીક ટોક વિડીયો સામે આવતા જ વાઇરલ થઇ ગયો છે.આ વીડિયોમાં નેહા ઘણા ગીતો પર પરફોર્મ કરતી દેખાઈ રહી છે.વીડિયોમાં નેહા ઘણા ગીતોના માધ્યમથી વાહન ચલાવવાની એક્ટિંગ પણ કરી રહી છે.

 

View this post on Instagram

 

#SpreadHappiness!! ♥️ #EidMubarak 🌙 #NehaKakkar

A post shared by Neha Kakkar (@nehakakkar) on

વીડિયોમાં નેહા બાલ્કનીમાં ઉભેલી દેખાઈ રહી છે અને તેમણે બ્લેક રગ્ડ જેગિંગ્સ અને ફૂલ સ્લીવ બ્લેક ક્રોપ ટોપ પહેરી રાખ્યું છે અને માથા પર ક્યૂટ ટોપી પણ પહેરી રાખી છે જે તેની ક્યૂટન્સમાં અનેક ગણો વધારો કરી રહી છે.વીડિયોમાં એક વાર ફરીથી નેહા પોતાના મસ્તી ભરેલા અંદાજમાં દેખાઈ રહી છે.વીડિયોને ત્રણ ગીત મિક્સ કરીને બનાવામાં આવ્યો છે. નેહાના આ વીડિયોને અત્યાર સુધીમાં 2.3 મિલિયન વાર જોવામાં આવી ચુક્યો અને તેને શેર પણ કરવામાં આવી રહ્યો છે.અને 2 હજારથી પણ વધારે લોકો તેના પર કમેન્ટ કરી ચુક્યા છે.

વીડિયોમાં પાછળથી અવાજ આવે છે કે તું ગાડી કેવી રીતે ચલાવી રહ્યો હતો તેના પર નેહા ટોની કક્ક્ડના ગીતનો સહારો લે છે, ”ધીમે-ધીમે”.જયારે બીજી વાર અવાજ આવે છે કે સારું તો બાઈક કેવી રીતે ચલાવી રહ્યો હતો તો ફરીથી ગીત વાગે છે ”સ્લોલી સ્લોલી”, અને ત્રીજી વાર પણ અવાજ આવે છે કે તું કેવી રીતે ચલાવી રહ્યો હતો તો અહીં સલમાન ખાનનું ગીત ‘સ્લો મોશન’ વાગે છે. આ ત્રણે ગીત પર નેહાનો જંબરદસ્ત અંદાજ જોવા મળી રહ્યો છે.સ્લોમોશન ગીત પર નેહા એક સોફ્ટ ટોયની સાથે સુંદર એક્સપ્રેશન આપતી દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

Wanna Ride??! 🦋 . . #NehaKakkar

A post shared by Neha Kakkar (@nehakakkar) on

નેહા સોશિયલ મીડિયાની સાથે સાથે ટીક ટોક પર પણ ખુબ એક્ટિવ રહે છે અને મોટાભાગે પોતાના ભાઈ ટોની કક્ક્ડ સાથે ટીક ટોક અને ઇન્સ્ટાગ્રામ પર મસ્તી ભરેલા વિડીયો શેર કરતી રહે છે.ટીક ટોક પર તેના 8.1 મિલિયન જેટલા ફોલોઅર્સ છે અને નેહા 10 યુઝર્સને ફોલો પણ કરે છે.

જુઓ નેહા કક્કડનો ટીક-ટોક વિડીયો…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks