ફિલ્મી દુનિયા

જ્યારે ગર્ભમાં હતી નેહા કક્ક્ડ, ત્યારે તેની માતા નહોતી ઇચ્છતી તેનો જન્મ થાય, પહોંચી ગઈ હતી હોસ્પિટલમાં

થોડા દિવસ પહેલા જ લોકપ્રિય ગાયિકા નેહા કક્કડે પોતાનો 32 જન્મ દિવસ ઉજવ્યો, આજે તે બોલીવુડની સૌથી સફળ ગાયિકામાં એક છે. પરંતુ નેહા માટે આ મુકામ ઉપર પહોંચવું એટલું સરળ નહોતું, નેહાએ તેના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે, અને અંતમાં તે આ મુકામ ઉપર પહોંચી છે, પરંતુ નેહાની માતા ઇચ્છતી જ નહોતી કે તેનો જન્મ થાય, અને તે એબોર્શન કરાવવા માટે હોસ્પિટલમાં પણ પહોંચી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

નેહાના પરિવારની પરિસ્થિતિ સાવ ખરાબ હતી જેના કારણે પરિવારનું ગુજરાન ચલાવવા માટે નેહાએ 4 વર્ષની ઉંમરથી જ ગાવાનું શરૂ કરી દીધું હતું. નેહાએ પોતાના જીવનનું દુઃખ તો ઘણીવાર મંચ ઉપરથી જાહેર કર્યું છે તેને જોતા જ નેહા કઈ પરિસ્થિતિમાં ઉછરી હશે તે આપણે કલ્પના કરી શકીએ છીએ.

નેહા ઘણીવાર પોતાની દુઃખ ભરી વાત સંભળાવતી વખતે ઘણીવાર રિયાલિટી શોની અંદર રડી પણ પડી છે. નેહાનો જન્મ 6 જૂન 1988ના રોજ ઋષિકેશમાં થયો હતો. એવું પણ જણાવા મળી રહ્યું છે કે નેહાના જન્મ સમયે પરિવારની હાલત સાવ ખરાબ હતી જેના કારણે તેની માતા તેનો જન્મ થાય એમ નહોતી ઇચ્છતી.

નેહાએ તેના જન્મ દિવસના એક દિવસ પહેલા જ એક વિડીયો શેર કરી અને પોતાનું દર્દ એક ગીતમાં પરોવ્યું હતું, આ વીડિયોમાં જણાવવામાં આવ્યું હતું કે નેહાની મા જન્મથી પહેલા હોસ્પિટલમાં ગઈ હતી, કારણ કે તેને બાળકને જન્મ નહોતો આપવો, પરંતુ ત્યારે પ્રેગ્નેન્સીના 8 મહિના વીતી ચુક્યા હતા અને હવે તે સંભવ નહોતું.

નેહાએ 5 જૂને સ્ટોરી ઓફ કક્ક્ડનો બીજો ભાગ રિલીઝ કર્યો છે જેની અંદર તેના જીવનની આ કહાની તેને પોસ્ટ કરી છે જે ખુબ જ દર્દદાયક છે. આ વીડિયોમાં તેના પરિવારની સ્ટ્રગલ દર્શાવવામાં આવ્યો છે, નેહાનો પરિવાર દિલ્હીની આસપાસ ત્રણેય બાળકોને લઈને જગરાતામાં ગીતો ગાતા હતા, નેહાએ તેની બહેનને જગરાતામાં 4 વર્ષે જ ગીતો ગાતા જોઈને ગાવાનું શીખી લીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

જે સમયમાં બાળકોને રમવાની અને ભાવનાની ઉમર હોય તે સમયમાં નેહાના માથે પરિવારની જવાબદારી આવી ગઈ હતી અને તેને પોતાના ભાઈ બહેન સાથે મળીને આખી રાત જગરાતામાં ગીતો ગાત અને સવારે ઘરે આવતા, જેના કારણે તે ભણી પણ ના શકી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.