મનોરંજન

આ શું??? નેહા પણ ગર્ભવતી થઇ? એરપોર્ટ પર તેના 7 વર્ષ નાના પતિ સાથે દેખાઈ- જુઓ

7 વર્ષ નાના પતિથી ગર્ભવતી થઇ નેહા કક્કર? જુઓ પેટમાં એવું દેખાયું કે ફેન્સ ચોંકી ઉઠ્યા

બોલિવૂડની સૌથી ક્યૂટ અને મશહૂર સિંગર નેહા કક્કરને બધા લોકો ઓળખે જ છે. નેહા કક્કરના ગીત આવતાની સાથે જ હિટ થઇ જતા હોય છે અને ચાહકોને નેહાના ગીતો પસંદ પણ આવતા હોય છે. સિંગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ’થી તેના કારકિર્દીની શરૂઆત કરવા વાળી નેહાએ પોતાની ઓળખ બનાવી છે. લગભગ બધી ફિલ્મોના ગીત માટે નેહાને ગીત ગાવા માટે કહેવામાં આવે છે.

નેહા કક્કર અને રોહનપ્રીત સિંહે ગયા વર્ષે લોકડાઉન દરમ્યાન લગ્ન કર્યા હતા. બંને એક બીજાને ખુબ જ પ્રેમ કરતા હતા અને ચાહકોને પણ તેમની જોડી ખુબ જ પસંદ આવી હતી. નેહા કક્કર છેલ્લા કેટલાક દિવસોથી ‘ઇન્ડિયન આઇડલ’ શોથી પણ ગાયબ છે. તેની જગ્યાએ નેહાની બહેન સોનૂ કક્કર નજર આવી રહી છે.

છેલ્લા કેટલાક સમયથી ઈવેન્ટ્સ અને શોથી ગાયબ થયા પછી નેહા તેના પતિ રોહનપ્રીતની સાથે એરપોર્ટ પર નજર આવી હતી. તે દરમ્યાન નેહાએ ઢીલી ટી-શર્ટ અને પેન્ટ પહેર્યું હતું. બ્લેક સનગ્લાસ સાથે નેહાએ બ્લેક માસ્ક પણ પહેર્યું હતું. નેહા કક્કરને આવા લુકમાં જોઈને ચાહકો વિચારી રહ્યા છે કે કદાચ નેહા પ્રેગ્નેન્ટ તો નથી ને ?

વીડિયોના કોમેન્ટ સેક્શનમાં ચાહકે પૂછ્યું કે, શું તમે પ્રેગ્નેન્ટ છો ? તો કોઈકે કહ્યું કે જેવી રીતના કપડાં  પહેર્યા છે તેના પરથી પ્રેગ્નેન્ટ લાગી રહી છે. તેમજ રોહનપ્રીત તે દરમ્યાન નેહાનું પૂરે પૂરું ધ્યાન રાખતો નજર આવી રહ્યો છે. રોહન નેહાનો હાથ પકડીને લઈને જઈ રહ્યો હતો અને પહેલા નેહાની ગાડીમાં બેસાડી પછી તે ગાડીમાં બેસ્યા હતા.

નેહાએ થોડાક દિવસો પહેલા તેનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને લખ્યું હતું કે મારે પહેલા જેવું થવું છે. નેહાએ લખ્યું હતું કે મેં 1 કિલોગ્રામ વજન ઓછું કર્યું છે અને બીજું 5 કિલોગ્રામ વજન ઓછું કરવાનું છે. તેમજ આની પહેલા પણ નેહાએ ઘણા વીડિયો શેર કર્યા છે જેમાં વજન ઓછું કરવા માટે ખુબ જ મહેનત કરી રહી હતી.

નેહા કક્કર પહેલી એવી સિંગર છે જેને ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની બાબતે સેલિબ્રિટીને પણ પાછળ પાડી દીધા છે અને તેની ફેન ફોલોઇંગ પણ બોલિવૂડ હસીનાઓ કરતા પણ ખુબ સારી છે. નેહાએ દીપિકા પદુકોણ અને આલિયા ભટ્ટને પાછળ પડી દીધા છે. નેહાએ હમણાંજ ઇન્સ્ટાગ્રામ પર 60 મિલિયન ફોલોઅર્સ થઇ ગયા છે જેની ખુશી હમણાં જ નેહાએ તેના પતિ સાથે સેલિબ્રેટ કરી હતી. પ્રિયંકા ચોપરા અને શ્રદ્ધા કપૂર પછી નેહા કક્કર ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલોઅર્સ વાળી ફિમેલ સેલિબ્રિટી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)