મનોરંજન

નેહા કક્કડે આ વ્યક્તિના પકડ્યા કાન અને પાછી માર્યો જોરદાર તમાચો! જુઓ વીડિયો

બોલિવૂડની સિંગિંગ ક્વીન નેહા કક્કર તેના ગીતોથી ધૂમ મચાવતી રહે છે અને સાથે જ તેના વીડિયો પણ વાયરલ થતા જ રહે છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાની તસ્વીરો અને વિડિયોઝ તેના ચાહકો સાથે શેર કરતી રહે છે. ત્યારે હવે નેહાનો એક વીડિયો વાયરલ થયો છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

નેહાનો એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં તે એક વ્યક્તિને જોરદાર તમાચો મારે છે. નેહાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નેહા પોતાના ભાઈ સાથે તેના જ ગીત ગોવા વાલે બીચ પે પર ટિક્ટોક વીડિયો બનાવતી જોવા મળી રહી છે. તેમાં નેહાની સાથે ટિક્ટોક સ્ટાર રિયાઝ પણ છે.

વીડિયોની શરૂઆતમાં નેહા ટિક્ટોક સ્ટાર રિયાઝ અલીના કાન પકડેલી જોવા મળી રહી છે. તે પછી તે રિયાઝને તમાચો મારે છે અને ગીત પર નાચવાનું શરૂ કરે છે. ત્યારબાદ તેનો ભાઈ ટોની કક્કર અને બિગ બોસ ફેમ માહિરા શર્મા પણ વીડિયોમાં જોવા મળે છે. નેહા કક્કરનો આ વીડિયો તેના ફેન ક્લબ દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. નેહા કક્કરના આ વીડિયો પર તેના ચાહકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Neha kakkar (@nehakakkarrahi) on

નેહાએ થોડા દિવસો પહેલા પોતાના જૂના અને નવા ઘરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. નેહાએ લખ્યું, ‘ઋષિકેશનો આ અમારો બંગલો છે અને બીજી તસ્વીર તે ઘરની છે જ્યાં મારો જન્મ થયો હતો. અમારું કક્કડ પરિવાર આ મકાનમાં રહેતું હતું જ્યાં મારી માતાએ એક નાનકડા ઓરડામાં એક ટેબલ ગોઠવ્યું હતું, જે અમારું રસોડું હતું. તે ઘર પણ અમારું ન હતું, અમે તેનું ભાડું આપતા હતા અને હવે જ્યારે પણ હું આ જ શહેરમાં અમારો બંગલો જોઉં છું ત્યારે ભાવુક થઈ જઉં છું. આ માટે મારા પરિવાર, ભગવાન અને ચાહકોનો આભાર.’

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

થોડા દિવસો પહેલા સુધી નેહા તેના અને આદિત્ય નારાયણના લગ્ન માટે ચર્ચામાં હતી. એવી ખબર હતી કે બંને લગ્ન કરવાના છે. આટલું જ નહીં, બંનેએ ઇન્ડિયન આઇડોલના સેટ પર લગ્ન કર્યા. જો કે, તે લગ્ન ફક્ત શોના ફોર્મેટ તરીકે હતું. આ બંનેએ પોતે જ કબૂલાત કરી હતી કે લગ્ન ફક્ત ટીઆરપી માટે જ હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.